રીપોર્ટ@પાટણ: યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અંતિમ ચરણમાં અ-પારદર્શક

અટલ સમાચાર, પાટણ પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા શરૂ થયેલી ભરતી પ્રક્રિયામાં તબક્કાવાર વિવાદો અને વળાંકો આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આક્ષેપોનો સામનો કરતી યુનિવર્સિટી અને તેના સત્તાધિશોના નિર્ણયથી સૌથી વધુ અસર ઉમેદવારો ઉપર પડી રહી છે. તમામ પરિણામો ઓનલાઇન કરતી યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયાના અંતિમ ચરણમાં અ-પારદર્શક સ્થિતિ ઉભી કરી છે. ડીજીટલ ઇન્ડિયાના અભિયાન વચ્ચે
 
રીપોર્ટ@પાટણ: યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અંતિમ ચરણમાં અ-પારદર્શક

અટલ સમાચાર, પાટણ

પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા શરૂ થયેલી ભરતી પ્રક્રિયામાં તબક્કાવાર વિવાદો અને વળાંકો આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આક્ષેપોનો સામનો કરતી યુનિવર્સિટી અને તેના સત્તાધિશોના નિર્ણયથી સૌથી વધુ અસર ઉમેદવારો ઉપર પડી રહી છે. તમામ પરિણામો ઓનલાઇન કરતી યુનિવર્સિટીએ ભરતી પ્રક્રિયાના અંતિમ ચરણમાં અ-પારદર્શક સ્થિતિ ઉભી કરી છે. ડીજીટલ ઇન્ડિયાના અભિયાન વચ્ચે ઓનલાઇન માકર્સ જાહેર કરવાને બદલે મોબાઇલમાં મોકલી દીધા છે. જેનાથી ઉમેદવારને પોતાની સામે અન્યોને મળેલ ગુણ વિશેની સમજ લોક થઇ ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@પાટણ: યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અંતિમ ચરણમાં અ-પારદર્શક

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્લાર્ક અને ટાઇપીસ્ટની ભરતી પ્રક્રિયાને લઇ સવાલો વચ્ચે આવી છે. શરૂઆતથી જ ભરતી પ્રક્રિયા સામે સનસનીખેજ આક્ષેપોના મારા વચ્ચે ઉત્તરવહીનું પરિણામ ઓનલાઇન કરવાને બદલે મેસેજ મારફત મોકલાવ્યુ છે. યુનિવર્સિટી તમામ અભ્યાસક્રમોની પરિક્ષાને અંતે માર્કશીટ સહિતના પરિણામો ઓનલાઇન મુકે છે. જે માત્ર વિદ્યાર્થી જ નહિ જાહેર જનતા પણ જોઇ શકે છે. જોકે ભરતી પ્રક્રિયાનું પરિણામ ઓનલાઇન નહિ કરતા ડીજીટલ ઇન્ડિયા અને પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલો છે.

રીપોર્ટ@પાટણ: યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અંતિમ ચરણમાં અ-પારદર્શક

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કારકુન અને ટાઇપીસ્ટ સહિતની કાયમી નોકરીમાં યુનિવર્સિટીની વહીવટી પ્રક્રિયા સામે ધારાસભ્ય કિરીટ પટેલના ગંભીર આક્ષેપો છે. અગાઉ સીલબંધ કવરમાં આપેલા 10 નામો પૈકીના પરીક્ષાર્થીઓને નોકરી મળવાનો દાવો કર્યો હોઇ ગંભીર સ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરીને મહિલા અનામતનો મુદ્દો વિવાદિત હોઇ જાહેર થનાર પરિણામ પારદર્શક ન હોવાની દલીલ થઇ રહી છે. આ સાથે પરિક્ષા દરમ્યાન અને પછી ઉભા થયેલા વિવાદો પણ ભરતી સમિતિના વહીવટને લઇ ચોંકાવી રહ્યા છે.

યુનિવર્સિટી સામે ઉભા થતાં ગંભીર સવાલો

  • પરિણામ ભલે વ્યક્તિગત મળે પરંતુ માકર્સ કેમ ઓનલાઇન ન કર્યા ?
  • તમામ ભરતીબોર્ડ ઉમેદવારોના માકર્સ ઓનલાઇન કરે છે તો યુનિવર્સિટી કેમ નહિ ?
  • એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને કેટલા માકર્સ મળ્યાં તેનાથી અંધારામાં કેમ રાખ્યા ?
  • જો પારદર્શક વહીવટ છે તો માત્ર માકર્સ કેમ ઓનલાઇન નથી કર્યા ?
  • મેરિટ ભલે પછી આવે પરંતુ ઉત્તરવહીની ચકાસણીને અંતે માકર્સ કોને કેટલા આવ્યા ? તે કેમ ન જણાવ્યુ ?
  • શું ઓનલાઇન માકર્સ મુકવા ગેરકાયદેસર છે ? જો કાયદેસર છે તો કેમ ન કર્યુ ?