રીપોર્ટ@પાટણ: વડાપ્રધાનના જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર ડોડ કોમ, ડેસ્ક ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 995 લાભાર્થીઓને વ્યક્તિગત અને સામૂહિક સોકપીટ માટે રૂ.41.42 લાખની સહાયના હુકમોનું વિતરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા
 
રીપોર્ટ@પાટણ: વડાપ્રધાનના જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર ડોડ કોમ, ડેસ્ક

ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 995 લાભાર્થીઓને વ્યક્તિગત અને સામૂહિક સોકપીટ માટે રૂ.41.42 લાખની સહાયના હુકમોનું વિતરણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના સહિતની જનકલ્યાણલક્ષી યોજનાઓના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને હાલમાં દેશના વિકાસની કેડી કંડારનાર ગુજરાતના પનોતાપુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જનહિતની યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવા રાજ્યભરમાં 400 જેટલા સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મંત્રીપદ મળ્યા પછી સૌપ્રથમ વાર પાટણ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છું ત્યારે પાટણની ઐતિહાસિક અને પાવન ધરાને લાખ લાખ વંદન કરૂં છું અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું.

રીપોર્ટ@પાટણ: વડાપ્રધાનના જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો
જાહેરાત

આ સાથે કોરોનાકાળમાં છત્રછાયા ગુમાવનાર બાળકોના વાલી બની રાજ્ય સરકાર દ્વારા તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે દર મહિને તેમના બેંક અકાઉન્ટમાં સહાયની રકમ ચૂકવવામાં આવે છે. તેમ જણાવી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અંત્યોદય વિકાસની વિભાવનાને સાર્થક કરી રહી છે. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત લાભાર્થીઓને ગેસ સ્ટવ અને સબસ્ક્રિપ્શન વાઉચર અર્પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બાળ સેવા યોજના, વ્હાલી દિકરી યોજના તથા વિધવા સહાય યોજના અંતર્ગત મંજૂરી હુકમો તથા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત નન્હીં પરી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પાટણ જિલ્લાના રસીકરણની 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર ગામના સરપંચોને પ્રતિકસ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

રીપોર્ટ@પાટણ: વડાપ્રધાનના જન્મદિવસે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા સંગઠન પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા સંગઠન મહામંત્રી ભાવેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીરમેશ મેરજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી સહિતના અધિકારીઓ, લાભાર્થીઓ તથા પાટણ શહેરના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.