રીપોર્ટ@પાટણ: ઉત્સવના દિવસે જ મહિલા કર્મીઓ આવી તંત્ર સામે, નબળાં મહેનતાણાંથી આક્રોશ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની વોટ્સએપ યુનિવર્સિટીમાં વહેલી સવારથી જ ઉજવણી ચાલી રહી છે. આ અરસામાં એકીસાથે અનેક મહિલા કર્મચારીઓ ઉત્સવને માણવાની આશા વચ્ચે પરેશાન બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોરોના મહામારી વચ્ચે આરોગ્યની આશા કર્મચારીઓએ ફરજ બજાવ્યા સામે મહેનતાણું નબળું મળ્યાંનો આક્ષેપ કર્યો છે. મહેસાણા જીલ્લાની સામે પાટણમાં
 
રીપોર્ટ@પાટણ: ઉત્સવના દિવસે જ મહિલા કર્મીઓ આવી તંત્ર સામે, નબળાં મહેનતાણાંથી આક્રોશ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) 

પાટણમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની વોટ્સએપ યુનિવર્સિટીમાં વહેલી સવારથી જ ઉજવણી ચાલી રહી છે. આ અરસામાં એકીસાથે અનેક મહિલા કર્મચારીઓ ઉત્સવને માણવાની આશા વચ્ચે પરેશાન બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. કોરોના મહામારી વચ્ચે આરોગ્યની આશા કર્મચારીઓએ ફરજ બજાવ્યા સામે મહેનતાણું નબળું મળ્યાંનો આક્ષેપ કર્યો છે. મહેસાણા જીલ્લાની સામે પાટણમાં ફરજ બદલ વાઉચર સાથે રકમ નહીં મળતી હોવાનો આક્રોશ ઠાલવતાં હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે મહિલા દિવસની ઉજવણીમાં અચાનક તંત્ર સામે ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. કલેક્ટર કચેરી ખાતે આરોગ્યની મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં એકઠી થઇ પગાર અને ભથ્થાં સામે ચોંકાવનારી વિગતો આપી છે. જેમાં કોરોનાકાળના શરૂઆતના 3 મહિના રૂ.1,000 લેખે મહેનતાણું ચુકવાયા બાદ આજદીન સુઘી આશાવર્કર બહેનો વેતન નહીં મળ્યાંનો આક્ષેપ થયો છે. મહિલા કર્મચારીઓએ મહેસાણા જીલ્લા પંચાયતના વખાણ કરી પાટણ જીલ્લામાં વાઉચર સાથે એકપણ રૂપિયો નહીં ચુકવાતો હોવાનો ગંભીર આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થતી હોઇ મહિલાઓને શુભેચ્છાઓનો વરસાદ થયો છે. જોકે પાટણ જીલ્લામાં આરોગ્યની મહિલા કર્મચારીઓ ફરજની સામે આર્થિક વળતર મેળવવામાં ત્રાહિમામ્ હોવાનો જીલ્લા સેવા સદન પાસે જ ઘટસ્ફોટ થયો છે. આવી સ્થિતિમાં વોટ્સએપ યુનિવર્સિટીમાં મહિલાઓને મળતી શુભેચ્છાઓ અને પાટણમાં આરોગ્યની મહિલા કર્મચારીઓની ફરજ સામેથી સ્થિતિ વિચિત્ર વિરોધાભાસ ઉભો કરી રહી છે. મહિલા દિવસે જ મહિલાઓની પરેશાનીનો જાહેરમાં ખુલ્લો રીપોર્ટ સામે આવતાં જીલ્લા પંચાયત સામે અનેક સવાલો ઉભા થયા છે.