રીપોર્ટ@પાટણ: કુલ 23 કોરોના પોઝીટીવ, 595ના રિપોર્ટ નેગેટીવ, 07ને ડિસ્ચાર્જ

અટલ સમાચાર, પાટણ કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી શંકાસ્પદ કોરોના વાયરસના વધુ 74 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 715 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે 462, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે 165, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે
 
રીપોર્ટ@પાટણ: કુલ 23 કોરોના પોઝીટીવ, 595ના રિપોર્ટ નેગેટીવ, 07ને ડિસ્ચાર્જ

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાંથી શંકાસ્પદ કોરોના વાયરસના વધુ 74 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 715 ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે 462, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે 165, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે 55 અને જનતા હોસ્પિટલ-પાટણ ખાતે 33 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ 715ટેસ્ટ સેમ્પલ પૈકી 693 સેમ્પલ પાટણ જિલ્લાના તથા 42 સેમ્પલ અન્ય જિલ્લાના દર્દીઓના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

COVID19 પોઝીટીવ આવનાર પાટણ જિલ્લાના 23 દર્દીઓ પૈકી 12 દર્દીઓ પાટણ જિલ્લામાં સારવાર હેઠળ છે, 03 દર્દીઓ અમદાવાદ જિલ્લામાં સારવાર લઈ રહ્યા છે, 07 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એકનું મૃત્યુ થયેલ છે. COVID19 પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવનાર અથવા બહારથી આવેલા લોકો પૈકીનર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે 05, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે 10, પ્રાથમિક શાળા નં.1-ચાણસ્મા ખાતે 02, મોડેલ સ્કુલ-વાગડોદ ખાતે 30 અને મોડેલ સ્કુલ-હારીજ ખાતે 07 એમ કુલ 54 જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલીટીમાં રાખવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે જે અંતર્ગત તા.06 મેના રોજ 47,119 ઘરોની મુલાકાત લઈ 2,24,781 લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા 295 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.