રીપોર્ટ@પાટણ: સંતના નામે રસ્તા વચ્ચે કાકાની વીંટી પડાવી નગ્ન ઇસમ ફરાર

અટલ સમાચાર,મહેસાણા પાટણથી ઉંઝા વચ્ચેથી કાકા સ્કુટર ઉપર પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન કારમાં સવાર બે વ્યક્તિ કાકા પાસે આવી શરૂમાં સરનામાની પુછપરછ કરી હતી. આ પછી ડ્રાઇવરે કારમાં સવાર ઇસમ મોટા સંત હોઇ કાકાને આશીર્વાદ લેવા જણાવ્યુ હતુ. આથી કાકાએ જય ગુરૂમહારાજ કહી પ્રણામ કર્યા બાદ સંતના નામે નગ્ન ઇસમે છેતરપિંડી આચરી હતી.
 
રીપોર્ટ@પાટણ: સંતના નામે રસ્તા વચ્ચે કાકાની વીંટી પડાવી નગ્ન ઇસમ ફરાર

અટલ સમાચાર,મહેસાણા

પાટણથી ઉંઝા વચ્ચેથી કાકા સ્કુટર ઉપર પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન કારમાં સવાર બે વ્યક્તિ કાકા પાસે આવી શરૂમાં સરનામાની પુછપરછ કરી હતી. આ પછી ડ્રાઇવરે કારમાં સવાર ઇસમ મોટા સંત હોઇ કાકાને આશીર્વાદ લેવા જણાવ્યુ હતુ. આથી કાકાએ જય ગુરૂમહારાજ કહી પ્રણામ કર્યા બાદ સંતના નામે નગ્ન ઇસમે છેતરપિંડી આચરી હતી. કાકાને માનસિક રીતે અર્ધબેભાન કરી સોનાની વીંટી લઇ ડ્રાઇવર અને નગ્ન યુવક કારમાં ફરારા થઇ ગયા હતા.

પાટણ જીલ્લાના ધારપુર પાસે ગત દિવસે બપોરે સ્થાનિક પટેલકાકા સ્કુટર ઉપર સવાર થઇ જતા હતા. આ વખતે અલ્ટો કારમાં સવાર ડ્રાઇવર કાકા પાસે આવી પાટણના મહાકાળી મંદીરનું સરનામુ પુછ્યુ હતુ. આ દરમ્યાન વાતચીતમાં ડ્રાઇવરે પોતાની કારમાં સવાર સંતના આશીર્વાદ લેવા કાકાને જણાવ્યુ હતુ. આથી કાકાએ સંતના નામે ઢોંગી ઇસમ પાસે જઇ પ્રણામ કર્યા હતા. કાકાએ જોતા ઢોંગી ઇસમ કપડા વિના સંપુર્ણ નગ્ન અવસ્થામાં કારમાં બેઠો હતો.

ગણતરીની મીનીટોમાં નગ્ન ઇસમે કાકા પાસે શરૂઆતમાં એક રૂપિયો માંગતા કાકાએ પાંચની નોટ આપી હતી. આ પછી મોબાઇલ માંગી હાથનો સ્પર્શ કરી પરત કર્યો હતો. ઢોંગી ઇસમે કાકાને કારમાંથી ઇચ્છા મુજબના પૈસા લઇ લેવા આગ્રહ કર્યો હતો. જોકે કાકાએ ના પાડી દીધા બાદ નગ્ન ઇસમે વાતોમાં ભોળવી માનસિક રીતે અર્ધજાગ્રત બનાવી દીધા હતા. આ દરમ્યાન કાકાએ પોતાના હાથમાં પહેરેલી સોનાની વીંટી માંગણીને પગલે ઢોંગી ઇસમને આપી દીધી હતી.

સમગ્ર ઘટના બાદ નગ્ન અવસ્થામાં આવેલા ઢોંગી ઇસમે સંતના નામે પોતાની સાથે છેતરપીંડી કરી હોવાની જાણ થતાં કાકા ચોંકી ઉઠ્યા હતા. આ પછી તાત્કાલિક પોતાનું સ્કુટર ઢોંગી ઇસમની કાર પાછળ દોડાવ્યુ હતુ. જોકે કાકા ઢોંગી ઇસમને ઝડપી લે તે પહેલા જ ફરાર થઇ ગયા હતા. આ બાબતે કાકાએ સ્થાનિકો સાથે ચર્ચા કરતા જાગૃતિના ભાગરૂપે વિડીયો બનાવી વાયરલ કર્યો છે.