રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકામાં મહિલા ચીફ ઓફીસરની વહીવટી ભુમિકા અને વર્તણુંકને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોંગ્રેસ-ભાજપના કુલ 28માંથી 26 સભ્યો એકમંચ ઉપર આવી તાત્કાલિક અસરથી બદલી કરાવવા મેદાને પડ્યા છે. શરૂઆતમાં ગંભીર પ્રકારના કારણો દર્શાવી લેખિત રજૂઆત કર્યા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. ર૬ પૈકીના એક સભ્યએ નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓ મુજબ
 
રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકામાં મહિલા ચીફ ઓફીસરની વહીવટી ભુમિકા અને વર્તણુંકને લઇ ચોંકાવનારી વિગતો સામે આવી છે. કોંગ્રેસ-ભાજપના કુલ 28માંથી 26 સભ્યો એકમંચ ઉપર આવી તાત્કાલિક અસરથી બદલી કરાવવા મેદાને પડ્યા છે. શરૂઆતમાં ગંભીર પ્રકારના કારણો દર્શાવી લેખિત રજૂઆત કર્યા બાદ મામલો હાઇકોર્ટમાં પહોંચી ગયો છે. ર૬ પૈકીના એક સભ્યએ નગરપાલિકા અધિનિયમની જોગવાઇઓ મુજબ મહિલા ચીફ ઓફીસરની બદલી કરવા હાઇકોર્ટમાં એસસીએ કરી છે. આવી સ્થિતિમાં સભ્યોના સખ્ત વિરોધ વચ્ચે પાલિકાનો ચીફ ઓફીસર દ્રારા થતો વહીવટ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડીયાતરને બદલી નવા અધિકારી લાવવા મથામણ શરૂ થઇ છે. સત્તાપક્ષ અને વિરોધ પાર્ટીના 26 કોર્પોરેટરોએ નાણાંકીય, વહીવટી અને વર્તણુંકને લઇ મોટી રજૂઆત કરી છે. જેમાં ચીફ ઓફીસરનું વર્તન મનસ્વી હોવાના, કારોબારી અને સામાન્ય સભાની મંજુરી વગર ચુકવણું કરતા હોવાના, સત્તાધિન નગરસેવકોની મનાઇ છતાં ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટે ચુકવણું કર્યા સહિતના મુદ્દે ગંભીર આક્ષેપો મુક્યા છે. લેખિત રજૂઆતને પગલે ઉત્તર ગુજરાતની રાધનપુર પાલિકાના સત્તાધિન નગરસેવકોની શાસન છતાં સત્તા વગરના હોવાની સ્થિતિ બની છે.

રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, 26 નગરસેવકોએ ગત 5 મેના રોજ કમિશ્નર અને પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆત કરી મહિલા ચીફ ઓફીસરને બદલવા માંગ કરી હતી. જેમાં કોઇ સંતોષકારક બાબત નહી જણાતાં પાલિકાના સિનીયર સભ્ય અંકુર જોષીએ હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવીલ એપ્લિકેશન દાખલ કરી છે. જેની આગામી સુનાવણી પ ઓગષ્ટના રોજ હાઇકોર્ટ દ્રારા મુકરર કરવામાં આવી છે.

રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

સૌથી મોટી વાત છે કે, રાધનપુર પાલિકાના ચીફ ઓફીસરની સ્થિતિ એવી બની છે કે, મોટાભાગના સભ્યો તેમજ અનેક કર્મચારીઓની નારાજગી વચ્ચે સેવા આપી રહ્યા છે.

રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી મામલે આપખુદ બન્યા ચીફ ઓફીસર

રાધનપુર પાલિકામાં છેલ્લા ઘણાં સમયથી પ્રશાંત સોની નામના કર્મચારી સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. અચાનક મહિલા ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડીયાતરે સસ્પેન્ડ કરી દેતાં કર્મચારીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેથી હાઇકોર્ટ દ્રારા ચીફ ઓફીસરના ઓર્ડર ઉપર સ્ટે મુકવામાં આવ્યો છે. જોકે કર્મચારીની ફરજ યથાવત કરવાને બદલે હાજરીનો અસ્વિકાર કરતાં ચીફ ઓફીસરની ભુમિકા આપખુદ બની છે. જેની સામે પાલિકાના મોટાભાગના સભ્યોએ સખ્ત વાંધો લીધો છતાં કંઇ થયુ નથી.

મારા વિરૂધ્ધ પણ ખોટી ફરીયાદ કરી છે: અંકુર જોષી-કોર્પોરેટર

રાધનપુર પાલિકાના સિનિયર કોર્પોરેટર અંકુર જોષીએ જણાવ્યુ હતુ કે, મહિલા ચીફ ઓફીસર ક્યારેય હેડક્વાર્ટરમાં હાજર રહેતાં નથી. હારીજથી અપડાઉન કરતાં સરકારની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો છે. આ દરમ્યાન મારા વિરૂધ્ધ પણ રાધનપુર પોલીસ સ્ટેશને ખોટી ફરીયાદ દાખલ કરી છે. ફરીયાદ મુજબ સ્થળ પર હું હાજર ન હોવાના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ છે. જોકે હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ ધનવીન પુજ દ્રારા રજૂઆત કરી હોઇ ન્યાયની અપેક્ષા છે. આથી ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડિયાતરનો વહીવટ શંકાસ્પદ છે.

રીપોર્ટ@રાધનપુર: ચીફ ઓફીસર વિરૂધ્ધ 28માંથી 26 સભ્યો એકમંચે, ગંભીર આક્ષેપો

તાજેતરના 8 કરોડના ટેન્ડરમાં પણ વિવાદ

રાધનપુર પાલિકા દ્રારા તાજેતરમાં સરેરાશ 8 કરોડનું ટેન્ડર પાડવામાં આવ્યુ હતુ. જેમાં ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડીયાતરે અનેક સભ્યોના વિરોધ વચ્ચે ચોક્કસ ઠેકેદારને કામ આપ્યુ છે. આવી સ્થિતિમાં પાલિકામાં સત્તાધિન કોંગી અનેક નગરસેવકો ચીફ ઓફીસરની નાણાંકીય અને વહીવટી ભુમિકાના વિરૂધ્ધ હોવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે.