રીપોર્ટ@રાધનપુર: કોંગ્રેસ સામે અઢી વર્ષે ભાજપનો પ્રચંડ વિરોધ, CO વિરૂધ્ધ પોકાર

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર નગરપાલિકામાં સત્તાધિન કોંગી નગરસેવકો વિરૂધ્ધ ભાજપે અઢી વર્ષે સૌથી મોટો વિરોધ કાર્યક્રમ નોંધાવ્યો છે. જેમાં નાયબ કલેક્ટરને રજૂઆત બાદ ઓફીસ પાસે જ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પાલિકામાં કોંગી શાસકોનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરી “મહિલા ચીફ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરો” એવા સુત્રોચ્ચાર કર્યા હતા. રાધનપુર શહેર ભાજપ અને પાર્ટીના
 
રીપોર્ટ@રાધનપુર: કોંગ્રેસ સામે અઢી વર્ષે ભાજપનો પ્રચંડ વિરોધ, CO વિરૂધ્ધ પોકાર

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર નગરપાલિકામાં સત્તાધિન કોંગી નગરસેવકો વિરૂધ્ધ ભાજપે અઢી વર્ષે સૌથી મોટો વિરોધ કાર્યક્રમ નોંધાવ્યો છે. જેમાં નાયબ કલેક્ટરને રજૂઆત બાદ ઓફીસ પાસે જ બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પાલિકામાં કોંગી શાસકોનો ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરી “મહિલા ચીફ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરો” એવા સુત્રોચ્ચાર કર્યા હતા. રાધનપુર શહેર ભાજપ અને પાર્ટીના નગરસેવકોએ ભેગા મળી અનેક મુદ્દાઓ સાથે પ્રાંતને આવેદનપત્ર રજુ કર્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@રાધનપુર: કોંગ્રેસ સામે અઢી વર્ષે ભાજપનો પ્રચંડ વિરોધ, CO વિરૂધ્ધ પોકાર

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો સામે આવ્યો છે. અગાઉ કોંગી સભ્યો અને મહિલા ચીફ ઓફીસર વિરૂધ્ધના સમાચાર બાદ આજે ભાજપે મોટાપાયે વિરોધ કાર્યક્રમ આપ્યો છે. જેમાં ભાજપી નગરસેવકો અને પાર્ટીના આગેવાનોએ કોંગી શાસકો તેમજ ચીફ ઓફીસર પ્રજ્ઞા કોડિયાતર વિરૂધ્ધ ભ્રષ્ટાચારના ચોંકાવનારા આક્ષેપ સાથે લેખિત રજૂઆત કરી છે.

પાલિકાના કર્મચારીને સસ્પેન્ડ કરવા સામે હાઇકોર્ટના આદેશની અમલવારી, અંદાજીત 8 કરોડના ટેન્ડરમાં પારદર્શકતા જાળવવા, ગટર કામગીરીની તપાસ કરવા અને તમામ બાંધકામ સામે તટસ્થ તપાસની માંગ કરી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભાજપના નગરસેવકોએ રાધનપુર પ્રાંત ઓફીસરને રૂબરૂમાં પાલિકામાં કટકી લેવાતી હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. ભાજપી આગેવાનોએ પાલિકામાં કોંગી સભ્યો સાથે-સાથે ચીફ ઓફીસરે પણ ભ્રષ્ટાચારમાં માઝા મુકી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતાં વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે. રાધનપુર પાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યા બાદ વિરોધ પક્ષના નાતે ભાજપે આજે સૌપ્રથમવાર મોટાપાયે વિરોધ નોંધાવી દીધો છે.

રીપોર્ટ@રાધનપુર: કોંગ્રેસ સામે અઢી વર્ષે ભાજપનો પ્રચંડ વિરોધ, CO વિરૂધ્ધ પોકાર

મહિલા ચીફ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરોના સુત્રોચ્ચાર

ભાજપી સભ્યોએ સત્તાધિન કોંગી કોર્પોરેટરો વિરૂધ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા બાદ મહિલા ચીફ ઓફીસરને પણ આડે હાથ લીધા હતા. જેમાં “ચીફ ઓફીસર ભ્રષ્ટાચાર બંધ કરો” અને “ચીફ ઓફીસર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરો” ના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. ભાજપી નગરસેવકોએ આજે એકસાથે અધિકારી અને નગરસેવકો વિરૂધ્ધ કાર્યક્રમ રજૂ કરતાં રાધનપુર શહેરમાં કોરોના કાળ વચ્ચે રાજકીય ગરમાવો વધી ગયો છે.

રીપોર્ટ@રાધનપુર: કોંગ્રેસ સામે અઢી વર્ષે ભાજપનો પ્રચંડ વિરોધ, CO વિરૂધ્ધ પોકાર