રિપોર્ટ@રાધનપુર: ડ્રાઇવરને ચાર્જ મળ્યો સિનિયર ક્લાર્કનો, પાલિકાનો વહીવટ

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર પાલિકાના વહીવટીને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. સેનિટેશન શાખાના ડ્રાઈવરને અચાનક સિનિયર ક્લાર્કનો ચાર્જ આપી દીધો છે. મહેકમની ઘટ વચ્ચે ચાર્જ આપવામાં લાયકાત ધ્યાને લેવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકાના વહીવટી નિર્ણયને પગલે ખુદ સત્તાધિન નગરસેવકો પણ વારંવાર નારાજ બની રહ્યા છે. આથી આજે સત્તાધિન કોંગી કોર્પોરેટરો મહત્વનો
 
રિપોર્ટ@રાધનપુર: ડ્રાઇવરને ચાર્જ મળ્યો સિનિયર ક્લાર્કનો, પાલિકાનો વહીવટ

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકાના વહીવટીને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. સેનિટેશન શાખાના ડ્રાઈવરને અચાનક સિનિયર ક્લાર્કનો ચાર્જ આપી દીધો છે. મહેકમની ઘટ વચ્ચે ચાર્જ આપવામાં લાયકાત ધ્યાને લેવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાલિકાના વહીવટી નિર્ણયને પગલે ખુદ સત્તાધિન નગરસેવકો પણ વારંવાર નારાજ બની રહ્યા છે. આથી આજે સત્તાધિન કોંગી કોર્પોરેટરો મહત્વનો નિર્ણય લે તો મોટો વળાંક આવી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકામાં શું અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો વહીવટી થાય છે ??? આ સવાલ હવે વધુ મજબૂત બનતો જાય છે. કન્સલ્ટન્ટ સહિતના બિનસરકારી વ્યક્તિઓ સત્તાવાર લેટરપેડનો ઉપયોગ કરી ગયાની ઘટના બાદ સૌથી મોટી વાત સામે આવી છે. સિનિયર ક્લાર્કની મહત્વની જગ્યા ઉપર ચાર્જ આપવાની ગતિવિધિમાં જે નિર્ણય લેવાઇ ગયો તે ચોંકાવી રહ્યો છે. સેનિટેશન એટલે કે સ્વચ્છતા શાખાના વાહન હંકારતા ડ્રાઇવરને વહીવટી જવાબદારી મળી ગઈ છે. સિનિયર ક્લાર્કનો ચાર્જ મૂળ ડ્રાઇવર અમિત મકવાણાને આપવામાં આવ્યો છે.

રિપોર્ટ@રાધનપુર: ડ્રાઇવરને ચાર્જ મળ્યો સિનિયર ક્લાર્કનો, પાલિકાનો વહીવટ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડ્રાઈવર અને સિનિયર ક્લાર્કની જવાબદારીમાં આકાશ પાતાળ જેટલો તફાવત છે. આથી બંને જવાબદારીની લાયકાતો પણ ખૂબ જ તફાવત ધરાવે છે. આવી સ્થિતિમાં શું ડ્રાઈવરને પાલિકાની વહીવટી કામગીરીના અભિન્ન અંગ સમાન સિનિયર ક્લાર્કનો ચાર્જ આપી શકાય ? શું ડ્રાઈવર અમિત મકવાણા પાલિકાના સિનિયર ક્લાર્કની લાયકાત ધરાવે છે ? જો લાયકાત ધરાવતા હોય તો પણ ડ્રાઇવરને સિનિયર કારકૂનનો હવાલો આપી શકાય ? નિર્ણય લેતાં પહેલાં સમીક્ષા અને મંથન કર્યું હશે ? શું રાજ્યની અન્ય કોઈ પાલિકામાં આવું બન્યું હશે ? આ તમામ સવાલો ચીફ ઓફિસર અને પ્રમુખ સામે ઉભા થયા છે.

રિપોર્ટ@રાધનપુર: ડ્રાઇવરને ચાર્જ મળ્યો સિનિયર ક્લાર્કનો, પાલિકાનો વહીવટ

ધારાસભ્ય રઘુ દેસાઈ સાથે આજે કોંગી નગરસેવકોની ચર્ચા થશે

સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય રઘુ દેસાઈ આજે પાલિકામાં સત્તાધિન કોંગી કોર્પોરેટરો સાથે મહત્વની ચર્ચા કરી શકે છે. જેમાં ચીફ ઓફિસર અને નગરસેવકો વચ્ચેનો તાલમેલ, શહેરના વિકાસલક્ષી કામો અને વારંવાર સામે આવતાં મુદ્દાઓ ઉપર સૂચનો કરી શકે છે. આ દરમ્યાન બધા કોંગી સભ્યોને એકમંચ ઉપર લાવી ચોક્કસ નિર્ણય લેવાની દિશામાં આગળ વધવાની સંભાવના પ્રબળ બની છે ‌