રીપોર્ટ@રાધનપુર: મહાકૌભાંડમાં તપાસ અકબંધ, કસુરવારોને કોણે છાવર્યા ?

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નર્મદા નિગમની વર્તુળ કચેરીમાં બહુચર્ચિત કૌભાંડની સમગ્ર પ્રક્રિયા અત્યંત રસપ્રદ અને ચોંકાવનારી બનતી જાય છે. સરેરાશ એક વર્ષ અગાઉ આચરેલાં મહાકૌભાંડમાં નજીવી રીકવરી સાથે કસુરવારો બચી રહ્યા છે. અટલ સમાચાર ડોટ કોમના સત્તાવર કાગળો આધારે અહેવાલને પગલે તપાસ શરૂ થયાના વાવડ છે. જોકે 95 લાખની નાણાંકીય ગેરરીતીનો રીપોર્ટ ખુદ ઇજનેરે તૈયાર
 
રીપોર્ટ@રાધનપુર: મહાકૌભાંડમાં તપાસ અકબંધ, કસુરવારોને કોણે છાવર્યા ?

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નર્મદા નિગમની વર્તુળ કચેરીમાં બહુચર્ચિત કૌભાંડની સમગ્ર પ્રક્રિયા અત્યંત રસપ્રદ અને ચોંકાવનારી બનતી જાય છે. સરેરાશ એક વર્ષ અગાઉ આચરેલાં મહાકૌભાંડમાં નજીવી રીકવરી સાથે કસુરવારો બચી રહ્યા છે. અટલ સમાચાર ડોટ કોમના સત્તાવર કાગળો આધારે અહેવાલને પગલે તપાસ શરૂ થયાના વાવડ છે. જોકે 95 લાખની નાણાંકીય ગેરરીતીનો રીપોર્ટ ખુદ ઇજનેરે તૈયાર કર્યો છતાં નવેસરથી શરૂ થયેલી તપાસ અકબંધ રહી છે. ચોક્કસ ગતિવિધિને કારણે કસુરવારો સતત બચી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@રાધનપુર: મહાકૌભાંડમાં તપાસ અકબંધ, કસુરવારોને કોણે છાવર્યા ?

પાટણ જીલ્લાના રાધનપુરમાં આવેલી નર્મદા નિગમની કચેરીની માયાજાળથી ખળભળાટ મચી ગયો છે. સરેરાશ એક વર્ષ અગાઉ તત્કાલિન નાયબ કાર્યપાલક ઇજનેરે પોતાના અધિક્ષક ઇજનેરને પોતાની જ કચેરીના સત્તાધિશો દ્રારા 95 લાખની નાણાંકીય ગેરરીતી થઇ હોવાનો વિગતવાર અહેવાલ કર્યો હતો. આ પછી આંતરિક ગતિવિધિમાં સરેરાશ 34 લાખની રીકવરી કરી અન્ય તમામ બાબતો ફાઇલે કરી દેવામાં આવી હતી. એક જવાબદાર અધિકારીએ સ્થળ ચકાસણી અને તે સંબંધિત તપાસ કરીને 95 લાખનું મહાકૌભાંડ શોધી પાડ્યુ હતુ. જોકે ગણતરીના દિવસોમાં શંકાસ્પદ કારણોની અંદર બધુ દબાઇ ગયુ હતુ.

રીપોર્ટ@રાધનપુર: મહાકૌભાંડમાં તપાસ અકબંધ, કસુરવારોને કોણે છાવર્યા ?

સમગ્ર મામલે અટલ સમાચાર ડોટ કોમ દ્રારા રીપોર્ટ પ્રસિધ્ધ થયા બાદ ચીફ ઇજનેર દ્રારા તપાસ શરૂ થઇ હોવાની જાણકારી આવી છે. જોકે હજુ સુધી કોઇ ઠોસ કાર્યવાહી કરી હોવાની પારદર્શકતા સામે આવી નથી. મહાકૌભાંડને કારણે રાધનપુર નર્મદા નિગમની કચેરી સામે અત્યંત ગંભીર સવાલો હોવા છતાં તપાસના સત્તાધિશો દ્રારા બધુ જ અકબંધ રાખવામાં આવ્યુ છે. નર્મદા નિગમની રાધનપુર વર્તુળ કચેરી મહાકૌભાંડને કારણે અપારદર્શક વહીવટ આપતી હોવાનો ઘટસ્ફોટ થતાં ચીફ ઇજનેર મૌની બન્યા છે.