રીપોર્ટ@રાજસ્થાન: આબુમાં 2 અને ગુરૂશિખર પર માઈનસ 5 ડિગ્રી, સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા

અટલ સમાચાર ડોટ કોમ, માઉન્ટ આબુ બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ માઈનસ 5 ડિગ્રી વચ્ચે ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 2 ડિગ્રી પર પહોંચ્યું છે. તો માઉન્ટ આબુના ગુરૂશિખર ઉપર તાપમાન માઇનસ 5 ડિગ્રી પહોંચી ગયું છે. તાપમાન માઇનસમાં જતાં ખુલ્લા મેદાનોમાં બરફની પરત જામી છે. ગાડીઓ ઉપર, પાણી રાખવાના કુંડા અને
 
રીપોર્ટ@રાજસ્થાન: આબુમાં 2 અને ગુરૂશિખર પર માઈનસ 5 ડિગ્રી, સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા

અટલ સમાચાર ડોટ કોમ, માઉન્ટ આબુ

બનાસકાંઠાને અડીને આવેલું રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ માઈનસ 5 ડિગ્રી વચ્ચે ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 2 ડિગ્રી પર પહોંચ્યું છે. તો માઉન્ટ આબુના ગુરૂશિખર ઉપર તાપમાન માઇનસ 5 ડિગ્રી પહોંચી ગયું છે. તાપમાન માઇનસમાં જતાં ખુલ્લા મેદાનોમાં બરફની પરત જામી છે. ગાડીઓ ઉપર, પાણી રાખવાના કુંડા અને વાસણોમાં બરફ જામ્યો છે. આવામાં ઠંડીથી બચવા પ્રવાસીઓ અને સ્થાનિકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત સહિતના અન્ય રાજ્યોના સહેલાણીઓ માઉન્ટઆબુની હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા છે. ડકડતી ઠંડીમાં પણ આબુમાં સહેલાણીઓ મજા માણી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમા પડે તેવી ઠંડી હાલ આબુમાં અનુભવાઈ રહી છે. તેથી આ ઠંડી માણવા માટે આવનારા સહેલાણીઓનું પ્રમાણ વધી ગયું છે. આબુના અનેક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. આ તરફ હવામાન વિભાગનું માનીઓ તો 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર ઘટવાની શક્યતાં છે.

રીપોર્ટ@રાજસ્થાન: આબુમાં 2 અને ગુરૂશિખર પર માઈનસ 5 ડિગ્રી, સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હવામાન ખાતાની આગાહી મુજબ, 3 દિવસ રાજ્યમાં ઠંડીથી કોઈ રાહત નહિ મળે. જેમાં હજી બે દિવસ કડકડતી ઠંડી પડશે. તો કચ્છમાં આગામી 2 દિવસ સિવિયર કોલ્ડવેવની આગાહી કરાઈ છે. અમદાવાદમાં પણ 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાતા હોવાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે. પવનની ગતિ પણ 15થી 20 કિમી પ્રતિ કલાકની રહેશે. જોકે, 30 ડિસેમ્બર બાદ જ ઠંડીમાંથી રાહત મળશે.