રીપોર્ટ@રૂપાલ: વરદાયિની માતાની પલ્લીને મંજૂરી મળી શકે, સત્તાવાર જાહેરાત બાકી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે દેશ વિદેશમાં પ્રસિધ્ધ રૂપાલની પલ્લીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. રૂપાલમાં
 
રીપોર્ટ@રૂપાલ: વરદાયિની માતાની પલ્લીને મંજૂરી મળી શકે, સત્તાવાર જાહેરાત બાકી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે દેશ વિદેશમાં પ્રસિધ્ધ રૂપાલની પલ્લીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેવી જાહેરાત તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવા મળી રહી છે. રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી નીકળવાના અહેવાલ સામે આવતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે તેવું સુત્રોએ જણાવ્યુ હતુ. પરંપરા ન તૂટે તે માટે ગ્રામજનોએ સીમિત શ્રદ્ધાળુઓ સાથે પલ્લી નીકળવાની શક્યતા જોવા મળી રહી છે. કોરોના ગાઈડલાઈન્સ સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે પલ્લી ગામ લોકો સાથે નિયત રૂટ સાથે નીકળી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગર જીલ્લાના રૂપાલ ગામે વર્ષોથી નીકળતી વરદાયિની માતાની પલ્લી હજારો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. પલ્લીના દિવસે માતાજીને ઘી ચઢાવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. પરંતુ કોરોનાની ગાઈડલાઈન સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે નિયત રૂટ પર પલ્લી નીકળે તેવી શક્યતા જોવા મળી રહી છે. નિયત રૂટ સાથે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ગામના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવી શકે છે. માત્ર ગામ લોકોની સિમિત સંખ્યામાં પલ્લી નીકળશે તેવી પુરી શકયતા હાલ જોવા મળી રહી છે.

રીપોર્ટ@રૂપાલ: વરદાયિની માતાની પલ્લીને મંજૂરી મળી શકે, સત્તાવાર જાહેરાત બાકી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યુ હતું. જે સંદર્ભે આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સિમિત લોકો સાથે અને જે લોકો પલ્લીમાં જોડાતાં હોય છે તેમાં પણ ઘટાડો કરીને નિયત રૂટ ઉપર પલ્લી યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે. જો કે તેની સત્તાવાર જાહેરાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી નથી પરંતુ રૂપાલ ગામમાં ચારેતરફથી નાકાબંધી કરીને આ પલ્લી યોજવામાં આવી શકે છે.