રીપોર્ટ@સાબરકાંઠા: ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસ્યો કોરોના, એકસાથે 13 કેસ આવ્યા

અટલ સમાચાર, હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવ વધુ 13 દર્દીઓનો કોરોના રીપોર્ટ આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 101 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને કોરન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. સોમવારે વડાલી તાલુકામાં 05, પોશીનામાં 02, તલોદમાં 02, ઈડરમાં 02, જયારે ખેડબ્રહ્મા
 
રીપોર્ટ@સાબરકાંઠા: ગ્રામ્ય વિસ્તારોમાં ઘુસ્યો કોરોના, એકસાથે 13 કેસ આવ્યા

અટલ સમાચાર, હિંમતનગર

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે કોરોના પોઝિટિવ વધુ 13 દર્દીઓનો કોરોના રીપોર્ટ આવતા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 101 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને કોરન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. સોમવારે વડાલી તાલુકામાં 05, પોશીનામાં 02, તલોદમાં 02, ઈડરમાં 02, જયારે ખેડબ્રહ્મા અને હિંમતનગરમાં 1-1 કેસ હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એકસાથે 13 કેસ સામે આવ્યા છે. વડાલી તાલુકાના કંજેરી ગામના 60 વર્ષીય પુરૂષ, જયારે દંત્રોલી ગામમાં 01 મહિલા અને 01 પુરૂષ, ડોભાડા ગામમાં 27 વર્ષીય યુવાન અને વડાલીની શ્યામસુંદર મંદિર પાસે રહેતા 42 વર્ષીય પુરૂષમાં કોરોના પોઝીટીવ હોવાનો રીપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત પોશીના ગામમાં 51 વર્ષના આધેડ તથા સાલેરા ગામના 17 વર્ષીય યુવાનનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા પોશીના પંથકમાં લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તલોદ તાલુકાના સવાપુર ગામમાં 23 વર્ષીય પુરૂષ અને બાદરજીના મુવાડા ગામમાં 25 વર્ષીય પુરૂષનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે ઈડરનાં ઓડવાસની ચાલીમાં રહેતાં 13 વર્ષીય અને 6 વર્ષીય બે બાળકો પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત હિંમતનગર તાલુકાના ગાંભોઇ ગામમાં રહેતી અને અમદાવાદથી આવેલી 14 વર્ષીય કિશોરીનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ખેડબ્રહ્મા તાલુકામાં 30 વર્ષીય યુવાનનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

નાકા ગામનો આ યુવાન પોતાના પિતાની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયો હોવાથી તેને કોરેન્ટાઇન કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. જયાં સોમવારે આ યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ખેડબ્રહ્મા તાલુકાના આરોગ્ય તબીબ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને કોરન્ટાઇન જાહેર કરાયો છે. કોરોના પોઝીટીવ નાકા ગામના યુવાન દર્દીને સારવાર માટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું વધુમાં આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું.