રીપોર્ટ@સાબરકાંઠા: પોળો ફોરેસ્ટની મુસાફરીમાં મુશ્કેલી, આ નિયમથી પર્યટકોમાં ભારે રોષ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર સમગ્ર ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે મોટી સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ અટવાયા છે. હજી સુધી વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ નિર્ણય ન લેવાતાં આગામી સમયમાં પોલો ફોરેસ્ટ માં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેમ છે. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@સાબરકાંઠા: પોળો ફોરેસ્ટની મુસાફરીમાં મુશ્કેલી, આ નિયમથી પર્યટકોમાં ભારે રોષ

અટલ સમાચાર ડોટ કોમ, હિંમતનગર

સમગ્ર ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોલો ફોરેસ્ટમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા લગાવાયેલા પ્રતિબંધના પગલે મોટી સંખ્યામાં આવી રહેલા પ્રવાસીઓ અટવાયા છે. હજી સુધી વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ નિર્ણય ન લેવાતાં આગામી સમયમાં પોલો ફોરેસ્ટ માં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેમ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતનું કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોલો ફોરેસ્ટ આવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા કલેકટર દ્વારા આગામી 23 ઓગસ્ટ સુધી ફોરવિહલર વાહનોને પ્રતિબંધિત કરાતા રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતથી આવી રહેલા સહેલાણીઓ અટવાઈ ચૂક્યા છે. એક તરફ પોલો ફોરેસ્ટ ને પ્રવાસનધામ અંતર્ગત વિશેષ સહાય સહયોગ કરી વિકસિત કરવાની સરકારની નેમ છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા વાતાવરણ સહિત પોલો ફોરેસ્ટની જગ્યા ઉપર મોટા વાહનો પર પોલ્યુશન ફ્રી ઇકો ટુરીઝમ અંતર્ગત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નિયમના પગલે સમગ્ર ગુજરાતમાંથી આવી રહેલા પ્રવાસીઓ તેમજ સહેલાણીઓ માટે ભારે સમસ્યા સર્જાઈ છે. નાના બાળકો તેમજ પરિવાર સાથે પોલો ફોરેસ્ટમાં આવતા પ્રવાસીઓ ને કોઈપણ પ્રકારની આવન-જાવનની સુવિધા ન મળતાં વહીવટી તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા ઈકો ટુરિઝમ અંતર્ગત મોટા વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવાયો આના પગલે હવે અન્ય જિલ્લાઓમાંથી આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી શકે તેવી સમસ્યા સર્જાઈ છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો