રીપોર્ટ@સમી: કૌભાંડની રજૂઆત DDOએ ન સ્વિકારી, થાકીને કલેક્ટરમાં

અટલ સમાચાર, પાટણ સમી તાલુકાના ગામે ગૌચર જમીન સુધારણાના નામે નવ લાખથી વધુની ઉચાપત થઇ હોવાની રજૂઆતમાં વળાંક આવ્યો છે. સમી તાલુકા પંચાયતમાં આવેલા ડીડીઓને રૂબરૂ મળી રજૂઆતનો પત્ર આપવા જતા અસ્વિકાર થયો હતો. જીલ્લા વિકાસ અધિકારીએ આ વાત જુની હોવાનુ જણાવી રજૂઆતકર્તાનો પત્ર સ્વિકાર્યો ન હતો. આથી થાકીને પાટણ કલેક્ટરને પત્ર લખી ઉચાપતના કૌભાંડની
 
રીપોર્ટ@સમી: કૌભાંડની રજૂઆત DDOએ ન સ્વિકારી, થાકીને કલેક્ટરમાં

અટલ સમાચાર, પાટણ

સમી તાલુકાના ગામે ગૌચર જમીન સુધારણાના નામે નવ લાખથી વધુની ઉચાપત થઇ હોવાની રજૂઆતમાં વળાંક આવ્યો છે. સમી તાલુકા પંચાયતમાં આવેલા ડીડીઓને રૂબરૂ મળી રજૂઆતનો પત્ર આપવા જતા અસ્વિકાર થયો હતો. જીલ્લા વિકાસ અધિકારીએ આ વાત જુની હોવાનુ જણાવી રજૂઆતકર્તાનો પત્ર સ્વિકાર્યો ન હતો. આથી થાકીને પાટણ કલેક્ટરને પત્ર લખી ઉચાપતના કૌભાંડની રજૂઆત કરી છે. ગ્રામ પંચાયતના સત્તાધિશો અને ટ્રસ્ટની મિલીભગત હોવાના આક્ષેપ કરી રજૂઆતકારે ડીડીઓ સમક્ષની ફરીયાદ આખરે પાટણ કલેક્ટરને કરી તપાસની માંગ કરી છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

રીપોર્ટ@સમી: કૌભાંડની રજૂઆત DDOએ ન સ્વિકારી, થાકીને કલેક્ટરમાં

પાટણ જીલ્લાના સમી તાલુકાના વાઘપુરા ગામે ગૌચરબોર્ડે ઘાસચારો અને ગૌચર સુધારણાનું કામ આપ્યુ હતુ. જેમાં તબક્કાવાર મળેલી રકમને અંતે તાજેતરમાં ગ્રામ પંચાયત મારફત ટ્રસ્ટને મળેલ 9 લાખ 80 હજારની રકમ સામે ગંભીર રજૂઆત થઇ છે. જેમાં ગૌચર સુધારણાના નામે કૌભાંડ થયુ હોવાનુ જણાવી સોમાજી ઠાકોરે સરકારી નાણાંની ઉચાપત મામલે તત્કાલિન તલાટી, હાલના સરપંચ અને ટ્રસ્ટ વિરૂધ્ધ આક્ષેપો સાથે રજૂઆત કરી હતી. જેમાં ગત દિવસોએ સમી તાલુકા પંચાયત પહોંચેલા જીલ્લા વિકાસ અધિકારીએ ઉચાપતની રજૂઆતને અવગણી હોવાનુ જણાવતા હડકંપ મચી ગયો છે.

રીપોર્ટ@સમી: કૌભાંડની રજૂઆત DDOએ ન સ્વિકારી, થાકીને કલેક્ટરમાં

સમગ્ર બાબતે વાઘપુરા ગ્રામ પંચાયતના મહિલા ઉપસરપંચના પુત્ર વિષ્ણુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, જીલ્લા વિકાસ અધિકારીને સમી રૂબરૂ મળ્યો હતો. જેમાં રજૂઆતના પત્રનો અસ્વિકાર કરી આ વાત જૂની હોવાથી આમા કંઇ ન થાય તેવુ જણાવ્યુ હતુ. આથી અરજદાર સોમાજી દલુજી ઠાકોર દ્રારા પાટણ કલેક્ટરને ઉચાપતની ફરીયાદનો પત્ર લખી તપાસની માંગ કરી છે. ઉલ્લેખનિય છે કે, સમી તાલુકા પંચાયતે તપાસ કરવાને બદલે નાણાંકીય અને વહીવટી બાબતના કાગળો ગૌચર બોર્ડને મોકલવા તજવીજ હાથ ધરી છે.