રીપોર્ટ@શામળાજી: આઇસરમાં રસ્સીઓની આડમાં લઇ જવાતો 1.99 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર,શામળાજી શામળાજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યું છે. શામળાજી પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ આઇસરની તલાશી લેતાં અંદરથી બિનઉપયોગી રસ્સીઓની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઇસરમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-40 દારૂ કિ.રૂ.1.99 લાખનો મળી કુલ કિ.રૂ.9.99 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે એક
 
રીપોર્ટ@શામળાજી: આઇસરમાં રસ્સીઓની આડમાં લઇ જવાતો 1.99 લાખનો દારૂ ઝડપાયો

અટલ સમાચાર,શામળાજી

શામળાજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ચેકપોસ્ટ પાસેથી દારૂ ભરેલું આઇસર ઝડપી પાડ્યું છે. શામળાજી પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ આઇસરની તલાશી લેતાં અંદરથી બિનઉપયોગી રસ્સીઓની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આઇસરમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-40 દારૂ કિ.રૂ.1.99 લાખનો મળી કુલ કિ.રૂ.9.99 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@શામળાજી: આઇસરમાં રસ્સીઓની આડમાં લઇ જવાતો 1.99 લાખનો દારૂ ઝડપાયો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયાએ પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી પોલીસના PSI એ.એમ.દેસાઇ, AHC જગદિશકુમાર, APC દિનેશભાઇ, નરેન્દ્રસિંહ, લાલસિંહ, લોકરક્ષક વિશ્વદિપસિંહ, રણધિરસિંહ સહિતનો પોલીસ સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકીંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ આઇસર આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

રીપોર્ટ@શામળાજી: આઇસરમાં રસ્સીઓની આડમાં લઇ જવાતો 1.99 લાખનો દારૂ ઝડપાયો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આઇસરમાં બિનજરૂરી રસ્સીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આઇસરમાંથી વિદેશી દારૂની નંગ-40, બોટલ-ક્વોટર નંગ-516 મળી કુલ કિ.રૂ.1,99,200નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-1 કિ.રૂ 500 અને આઇસર ટ્રકની કિ.રૂ 8,00,000 મળી કુલ કિ.રૂ. 9,99,700ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી છે. આ સાથે કુલ ત્રણ લોકો સામે પ્રોહી એક્ટની કલમ 65(a), 65(e),116-B, 98(2), 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. વિજયસિંઘ ઉમરાવસિંઘ શ્રીચંદ જાટ રહે, ઔરંગાબાદ, જાટા તા.જી.સરખીદાદરી, હરીયાણા
  2. સુભાષ જાટ રહે, નૌરંગાબાદ, જાટા તા.જી.સરખીદાદરી હરીયાણા- દારૂ ભરી આપનાર
  3. જાખડ નામનો માણસ