રીપોર્ટ@શંખેશ્વર: તાલુકા પંચાયતમાં BJPના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી, કોંગ્રેસ ગેરહાજર

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર(દિવ્યાંગ જોષી) શંખેશ્વર ખાતે તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ છે. તાલુકા પંચાયતની કુલ 16 પૈકી 10 સીટો પર ભાજપે જીત મેળવી હોઇ બહુમતી તેમની પાસે હતી. આ તરફ બુધવારે કોંગ્રેસ-ભાજપ બંનેએ પ્રમુખ-ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યા હતા. જોકે ગુરવારે ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારો હાજર નહીં રહેતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી
 
રીપોર્ટ@શંખેશ્વર: તાલુકા પંચાયતમાં BJPના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી, કોંગ્રેસ ગેરહાજર

અટલ સમાચાર ડોટ કોમ, શંખેશ્વર(દિવ્યાંગ જોષી)

શંખેશ્વર ખાતે તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ છે. તાલુકા પંચાયતની કુલ 16 પૈકી 10 સીટો પર ભાજપે જીત મેળવી હોઇ બહુમતી તેમની પાસે હતી. આ તરફ બુધવારે કોંગ્રેસ-ભાજપ બંનેએ પ્રમુખ-ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યા હતા. જોકે ગુરવારે ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવારો હાજર નહીં રહેતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. શંખેશ્વર મામલતદારની અધ્યક્ષતામાં સચિવ તરીકે જે.એલ.દેસાઈ, TDO બી.એમ.સોલંકી, મદદનીશ TDO તેમજ ઓફિસ સ્ટાફ હાજર રહ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાની શંખેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હોઇ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે મેરાજી ભવાનજી ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે અમરતબેન પરબતજી ઠાકોરની વરણી કરાઇ હતી. નોંધનિય છે કે, તાલુકા પંચાયતની કુલ 16 સીટોમાંથી 10 સીટો પર ભાજપ અને 6 સીટો પર કોંગ્રેસનો વિજય થયો હતો. જે બાદમાં ચૂંટણી સમયે કોંગ્રેસના સભ્યો હાજર નહીં રહેતાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.