રીપોર્ટ@સિધ્ધપુર: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરાયા

અટલ સમાચાર, સિધ્ધ્પુર (હર્ષલ ઠાકર) પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના આજે મોડીસાંજે સિધ્ધપુરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂળ પાટણ જિલ્લાના પીંપળ ગામના વતની અને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવનાર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદસભ્ય લીલાધરભાઇ વાઘેલાનું ૮૭ વર્ષની જૈફ વયે આજે સવારે ગાંધીનગર ખાતે દુખદ અવસાન થવા પામ્યું હતું. બાદમાં તેમના પાર્થિવ દેહને અંતિમ
 
રીપોર્ટ@સિધ્ધપુર: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરાયા

અટલ સમાચાર, સિધ્ધ્પુર (હર્ષલ ઠાકર)

પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના આજે મોડીસાંજે સિધ્ધપુરમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. મૂળ પાટણ જિલ્લાના પીંપળ ગામના વતની અને બનાસકાંઠાને પોતાની કર્મભૂમિ બનાવનાર પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદસભ્ય લીલાધરભાઇ વાઘેલાનું ૮૭ વર્ષની જૈફ વયે આજે સવારે ગાંધીનગર ખાતે દુખદ અવસાન થવા પામ્યું હતું. બાદમાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ડીસા લવાયો હતો. જ્યાં તેમના સમર્થકો અને જનતાએ તેમના અંતિમ દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ બાદ તેમના વતન પીંપળ લઇ ગયા બાદ મોડીસાંજે પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર માટે સિદ્ધપુર લવાયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@સિધ્ધપુર: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરાયા

ઉત્તર ગુજરાતના પાટણના પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું ટુંકી માંદગી બાદ આજે સવારે નિધન થયુ હતુ. આજે મોડી સાંજે સિધ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલા સરસ્વતી મુક્તિ ધામમા તેમના પાર્થિવ દેહને તેમના દીકરા અજયભાઈએ અગ્નિદાહ આપ્યો હતો. આ સમયે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળી હતી. સ્વ લીલાધરભાઈના અંતિમ સંસ્કારની દુઃખદ ઘડીએ મંત્રી દિલીપઠાકોર, પૂર્વ મંત્રી શંકર ચૌધરી,પાટણ જિલ્લા ભાજપ પ્રભારી મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ મોહન પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંતપંડ્યા, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ સહ આગેવાનો અને કાર્યકરોએ અંતિમ દર્શન કરી અગ્નિ સંસ્કારવિધિમાં હાજરી આપી હતી.

રીપોર્ટ@સિધ્ધપુર: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરાયા