રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) ધાર્મિક નગરી સિદ્ધપુરમાં કોરોના મહામારી વચ્ચે ચાલુસાલે નવરાત્રી દરમિયાન વિવિધ દેવ મંદિરોમાં ભરાતી પલ્લી ઓમાં માતાજીના ખંડ ભરી સાદગીથી પલ્લી ભરવામાં આવશે. જ્યાં આવનાર ભક્તોએ સોશીયલ ડિસ્ટન્સ જાળવવું,માસ્ક પહેરવું તેમજ સેનિટાઇઝર નો ઉપયોગ ફરજીયાતપણે કરવાનો રહેશે.આ ઉપરાંત મંદિર પરિસરમાં અને આજુબાજુમાં દર્શનાર્થી ઓની ભીડ થાય નહિ તે માટેની ખાસ તકેદારી
 
રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

ધાર્મિક નગરી સિદ્ધપુરમાં કોરોના મહામારી વચ્ચે ચાલુસાલે નવરાત્રી દરમિયાન વિવિધ દેવ મંદિરોમાં ભરાતી પલ્લી ઓમાં માતાજીના ખંડ ભરી સાદગીથી પલ્લી ભરવામાં આવશે. જ્યાં આવનાર ભક્તોએ સોશીયલ ડિસ્ટન્સ જાળવવું,માસ્ક પહેરવું તેમજ સેનિટાઇઝર નો ઉપયોગ ફરજીયાતપણે કરવાનો રહેશે.આ ઉપરાંત મંદિર પરિસરમાં અને આજુબાજુમાં દર્શનાર્થી ઓની ભીડ થાય નહિ તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

પાટણ જીલ્લાની પ્રાચીન નગરી સિદ્ધપુરમાં પવિત્ર શારદીય નવરાત્રિની ઉજવણી સરકારી ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં સિદ્ધપુર શહેરના પશ્ચિમ વિસ્તારમાં આસો સુદ એકમથી નોમ સુધી ગરબા ગવાય છે. જયારે શહેરના પૂર્વ વિસ્તારમાં આસો સુદ ચોથના દિવસથી શરદપૂનમ સુધી ગરબા ગવાય છે. આવી અનોખી પરંપરાથકી સમગ્ર ઉત્તર ગુજરાતના ફક્ત સિદ્ધપુરમાં જ નવરાત્રીના પાવનપર્વની ઉજવણી કરવામાં આવે છે.

રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

અહીં માતાજીના ભક્તો આ પવિત્ર દિવસોમાં નિત્ય મંત્રજાપ, હોમ હવન, પૂજાપાઠ,અનુષ્ઠાન કરી માતાજીની ભક્તિમાં તરબોળ બની જતા હોય છે. ઐતિહાસિક નગરી સિદ્ધપુરમાં આસો સુદ ચોથ થી આસો સુદ પૂનમ એટલે કે શરદપૂનમ સુધી માતાજીના ગરબા ગાવાની પરંપરા સેંકડો વર્ષોથી ચાલતી આવે છે. આજના કલબ-હાઉસને પાર્ટીપ્લોટ અને ડીજે કલ્ચરની ઝાકમઝોળમાં પણ આ ધાર્મિક નગરીમાં પ્રાચીન અને શેરીગરબા સ્વરૂપે આપણી સાંસ્કૃતિક પરંપરાગત અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી છે. સિધ્ધપુર શહેરના શેરી-મહોલાઓ સહિત અંબાવાડીમાં સુંદર અને ભક્તિભાવપૂર્ણ રીતે નવરાત્રિપર્વની પરંપરાગત ઉજવણી કરાતી હોય છે.

રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

શરદ પૂર્ણિમાની રાત્રિએ સોળે કળાએ ખીલેલા ચંદ્રના શીતળ અજવાળા માં મધ્યરાત્રીએ દૂધપૌંઆ નો પ્રસાદ લેવાનું પણ આગવુ મહત્વ છે. જોકે આ વર્ષે આ શક્ય બની શકશે નહીં. આ ઐતિહાસિક અને ધાર્મિક નગરીમાં નવરાત્રી દરમ્યાન માતાજીની પલ્લીઓનું પણ એક આગવું મહત્વ રહેલું છે.જેમાં સુદ ચોથના દિવસે કાળાભટ્ટના માઢ પાસે ગણપતિ દાદાની પલ્લી, પાંચમના દિવસે જડીયાવીર દાદાની પલ્લી, છઠ્ઠના દિવસે સિકોતર માતાની પલ્લી, સાતમના દિવસે ખીલાતર વાડામાં કંકેશ્વરી માતાજીની પલ્લી, આઠમે સહસ્ત્રકળા માતાજીની પલ્લી(જે પલ્લીમાં નિવેધની પુરી આજે પણ પાણીમાં તળીને માતાજીનો નૈવેધ થાય છે) જ્યારે ચૌદસના દિવસે ખડાલીયા હનુમાન દાદાની પલ્લી એમ વિવિધ પલ્લીઓ ધાર્મિક પરંપરાગત રીતે ભરાય છે. આ ઉપરાંત કાળીચૌદસના દિવસે જૂની વ્હોરવાડમાં આવેલા પ્રાચીન અને પરચાધારી છબીલા હનુમાનદાદાની પલ્લી ભરાય છે.આ તમામ પલ્લીઓનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.

રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

ચાલુ સાલે કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ સિદ્ધપુર પી.આઈ.,પી.એસ. ગૌસ્વામી અને નવરાત્રિ આયોજકો વચ્ચે નવરાત્રિ મહોત્સવને લઈ એક બેઠક સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી.આ બેઠકમાં સિદ્ધપુર શહેર તેમજ તાલુકામાંથી આવેલ નવરાત્રિ મહોત્સવનાં પ્રતિનિધિવર્ગને પી.આઈ.ગોસ્વામીએ કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં લેતા નવરાત્રી દરમિયાન આયોજકો દ્વારા તમામ સુચનોને પાલન કરવાની સમજણ આપી હતી.

રીપોર્ટ@સિધ્ધપુર: કોવિડ ગાઈડલાઈન મુજબ નવરાત્રી સાથે દેવમંદિરોમાં પલ્લીઓ ભરાશે

આ અંગે પીઆઈ.,પી.એસ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, નવરાત્રિપર્વમાં આરતી અને પ્રસાદ વિતરણ કરતી વખતે આયોજકો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત આ ધાર્મિક પર્વમાં રોમિયોગીરી કરનારા તત્વો પકડાશે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નવરાત્રીપર્વની ઉજવણીમાં આયોજકોએ નીચેના તમામ બાર મુદ્દાઓને અનુસરવાનું રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું.

  1. કોવિડનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જાહેર કે શેરી ગરબા સહિત કોઈ પણ ગરબા યોજી શકાશે નહીં.
  2. નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટીતંત્રની મંજુરી સિવાય જાહેરમાં ગરબી/મૂર્તિની સ્થાપના કરી પૂજા અને આરતી કરી શકાશે નહીં.
  3. નવરાત્રી દરમિયાન ફોટા અથવા મૂર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહીં.તેમજ પૂજા અને આરતીના કાયઁક્રમમાં ૨૦૦ થી વધુ વ્યકિત ભેગા થઈ શકશે નહીં.
  4. મંદિરોમાં નવરાત્રિની ઉજવણી તથા ધાર્મિક કાર્યક્રમમાં અગાઉથી તૈયાર કરેલ પ્રસાદ ફક્ત પેકેટમાં વિતરણ કરી શકાશે.પેકેટ સિવાય ખૂલ્લા પ્રસાદનું વિતરણ કરી શકાશે નહીં.
  5. પ્રસાદ વિતરણ કરનારે ફરજિયાત હેન્ડ ગ્લોઝ પહેરવાના રહેશે તથા સંચાલકે સામાજિક અંતર જળવાઈ રહે તે મુજબની કાર્યવાહી વ્યવસ્થા કરવાની રહેશે.
  6. ગરબી/મૂર્તિની સ્થાપના પૂજા અને આરતી નાં સમયે ભાગ લેનારે ચહેરાને યોગ્ય રીતે ઢાંકીને રાખી તેમજ ૬ ફૂટના અંતરે એકબીજાથી અંતર રહે તે રીતના કુંડાળા કરવાનાં રહેશે.
  7. આયોજકોએ પોતાના ગરબા સ્થળે ૬ ફુટનું અંતર જળવાઈ રહે તે રીતે કેટલા માણસોનો સમાવેશ થઈ શકે તેની વિગત આપવાની રહેશે.
  8. દશેરા ઉજવણી દરમિયાન મેળા/રેલી/રામલીલા/શોભાયાત્રા અને સ્નેહમિલન જેવા સામુહિક કાયઁક્રમો રાખવાનાં રહેશે નહીં.જે પ્રતિબંધિત છે.
  9. નવરાત્રિ પવઁ દરમિયાન રાત્રિના સમયે તમારા ગરબાની જગ્યાએ ખાણી-પીણીનાં સ્થળો બજારો રેસ્ટોરન્ટ જ્યાં ભીડભાડ રહેતી હોય.આવી જગ્યા ઓ ઉપર ભીડભાડ ના થાય તે માટેની કાર્યવાહી કરવાની રહેશે.
  10. વહીવટીતંત્રની મંજૂરી લીધા બાદ આરતી તેમજ મૂર્તિ પૂજાનું આયોજન કરવામાં આવેલ હોય તેવા સ્થળોએ
  11. પ્રવેશદ્વાર ઉપર થમઁલ સ્કેનિંગ,ઓકસીમીટર તથા સેનેટાઈઝરની સુવિધા આયોજકોએ પુરી પાડવાની રહેશે.આ કાર્યક્રમ દરમિયાન તબીબી સુવિધાઓ તુરત જ ઉપલબ્ધ થાય તે માટે આયોજકોએ જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે.
  12. નવરાત્રિનાં કાયઁક્રમ દરમિયાન આયોજકોએ કોવિડ-૧૯નાં સંક્રમણ અટકાવવા માટે આટલું કરશો અને આટલું ના કરશો તેવી સુચનાઓ નાગરિકો વાંચી શકે,તે રીતે જાહેર બોર્ડ લગાવવાના રહેશે.