રીપોર્ટ@સુઇગામ: કેનાલો વર્ષોથી સુકીભઠ્ઠ છતાં રીપેરીંગ, ભ્રષ્ટાચારને મેદાન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ પંથકની માઇનોર કેનાલો વર્ષોથી પાણી વિના સુકીભઠ્ઠ રહેતી હોવાનું સામે આવ્યુ છે. પાણી વિના ખેડુતો સિંચાઇ નહિ કરી શકતા કેનાલ બિનઉપયોગી હોવાની અનુભુતિ થઇ રહી છે. સોનેથ માઇનોર કેનાલો બિનઉપયોગી છતાં રીપેરીંગથી ચલાવી રહ્યા હોવાથી નર્મદાના સત્તાધિશોના ઇરાદા શંકાસ્પદ બન્યા છે. વર્ષોથી સુકીભઠ્ઠ કેનાલો વારંવાર રીપેરીંગ થતી હોઇ ભ્રષ્ટાચારને મેદાન
 
રીપોર્ટ@સુઇગામ: કેનાલો વર્ષોથી સુકીભઠ્ઠ છતાં રીપેરીંગ, ભ્રષ્ટાચારને મેદાન

અટલ સમાચાર,સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ પંથકની માઇનોર કેનાલો વર્ષોથી પાણી વિના સુકીભઠ્ઠ રહેતી હોવાનું સામે આવ્યુ છે. પાણી વિના ખેડુતો સિંચાઇ નહિ કરી શકતા કેનાલ બિનઉપયોગી હોવાની અનુભુતિ થઇ રહી છે. સોનેથ માઇનોર કેનાલો બિનઉપયોગી છતાં રીપેરીંગથી ચલાવી રહ્યા હોવાથી નર્મદાના સત્તાધિશોના ઇરાદા શંકાસ્પદ બન્યા છે. વર્ષોથી સુકીભઠ્ઠ કેનાલો વારંવાર રીપેરીંગ થતી હોઇ ભ્રષ્ટાચારને મેદાન મળતું હોવાનું ચિત્ર ઉભુ થયુ છે. આવી સ્થિતિમાં કેનાલનો હેતુ ખેડુતો માટે રહેવાને બદલે અધિકારી અને કોન્ટ્રાક્ટરો માટે મહત્વનો બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@સુઇગામ: કેનાલો વર્ષોથી સુકીભઠ્ઠ છતાં રીપેરીંગ, ભ્રષ્ટાચારને મેદાન

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાની સોનેથ માઇનોર 1 અને 2 કેનાલ વર્ષોથી નર્મદાના પાણીના અભાવનો સામની કરી રહી છે. ચોમાસા સિવાય મોટાભાગે પાણી વગર સુકીભઠ્ઠ રહેતી કેનાલ ખેડુતો માટે મંથન કરવા સમાન બની ગઇ છે.

રીપોર્ટ@સુઇગામ: કેનાલો વર્ષોથી સુકીભઠ્ઠ છતાં રીપેરીંગ, ભ્રષ્ટાચારને મેદાન

જોકે ભારે વરસાદને પગલે જર્જરીત થતાં સુકીભઠ્ઠ કેનાલો રીપેરીંગ કરાય છે. જેનાથી ખેડુતો માટે ઉનાળુ અને શિયાળુ સિઝનમાં બિનઉપયોગી કેનાલ શંકાસ્પદ બની છે. સોનેથ માઇનોર કેનાલ સિંચાઇ માટે મોટાભાગે નિષ્ફળ રહેતી છતાં રીપેરીંગ થતી હોઇ ભ્રષ્ટાચારને અવકાશ આપતી હોવાના સવાલો ઉભા થયા છે.

રીપોર્ટ@સુઇગામ: કેનાલો વર્ષોથી સુકીભઠ્ઠ છતાં રીપેરીંગ, ભ્રષ્ટાચારને મેદાન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી સોનેથ ડીસ્ટ્રીબ્યુટરી કેનાલ વધુ બે વિભાગમાં વહેંચાય છે. જેમાં સોનેથ માઇનોર 1 અને 2 અનેક હેક્ટર ખેતી વિસ્તારને આવરી રહી છે. જોકે નર્મદાના સત્તાધિશો દ્રારા વર્ષોથી આ બંને કેનાલોમાં પાણી છોડવામાં આવ્યુ ન હોવા છતાં વારંવાર રીપેરીંગ કરી ખર્ચ ઉધારવા સામે ખેડુતોમાં સવાલો છે. વર્ષમાં મોટેભાગે ખેડુતો માટે સિંચાઇમાં બિનઉપયોગી સાબિત થતી માઇનોર કેનાલ ખર્ચ બાબતે અધિકારી અને કોન્ટ્રાક્ટરોમાં મહત્વપુર્ણ સાબિત થઇ રહી છે.