રિપોર્ટ@સુઈગામ: ક્લીન વહીવટની મથામણમાં વિવાદ, પ્રમુખની પત્નીનો પગાર બ્રેક, સ્ટાફે કહ્યું, ટીડીઓ ત્રાસ આપે

અટલ સમાચાર ડોટ કોમ, સુઈગામ સુઈગામ તાલુકા પંચાયતમાં રાજકીય અને વહીવટ સત્તાધીશો વચ્ચે શાબ્દિક સંઘર્ષ સામે આવ્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. કારકિર્દીની શરૂઆતમાં પારદર્શક વહીવટ આપવાની મથામણમાં ટીડીઓ વિવાદમાં આવ્યા છે. ટીડીઓ કાજલ આંબલીયાએ મનરેગા સ્ટાફમાં ફરજ બજાવતા નીતાબેન સામે મોટી કાર્યવાહી કરી દીધી છે. ફરજમાં ગેરહાજરી જણાતાં બે મહિનાનો પગાર રોકી દેવામાં આવ્યો
 
રિપોર્ટ@સુઈગામ: ક્લીન વહીવટની મથામણમાં વિવાદ, પ્રમુખની પત્નીનો પગાર બ્રેક, સ્ટાફે કહ્યું, ટીડીઓ ત્રાસ આપે

અટલ સમાચાર ડોટ કોમ, સુઈગામ

સુઈગામ તાલુકા પંચાયતમાં રાજકીય અને વહીવટ સત્તાધીશો વચ્ચે શાબ્દિક સંઘર્ષ સામે આવ્યા બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. કારકિર્દીની શરૂઆતમાં પારદર્શક વહીવટ આપવાની મથામણમાં ટીડીઓ વિવાદમાં આવ્યા છે. ટીડીઓ કાજલ આંબલીયાએ મનરેગા સ્ટાફમાં ફરજ બજાવતા નીતાબેન સામે મોટી કાર્યવાહી કરી દીધી છે. ફરજમાં ગેરહાજરી જણાતાં બે મહિનાનો પગાર રોકી દેવામાં આવ્યો છે. આ નીતાબેન તાલુકા પંચાયત પ્રમુખ મેવાભાઇના પત્ની છે.

રિપોર્ટ@સુઈગામ: ક્લીન વહીવટની મથામણમાં વિવાદ, પ્રમુખની પત્નીનો પગાર બ્રેક, સ્ટાફે કહ્યું, ટીડીઓ ત્રાસ આપે

જ્યારે મનરેગા સ્ટાફે લેખિતમાં ટીડીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી નિયામકને રજૂઆત કરી દીધી છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતાં ફરજમાં ટીડીઓનુ કડક વલણ વિરુદ્ધ સ્વમાન – વર્ચસ્વની લડાઇ જેવું ચિત્ર બનાવે છે.

રિપોર્ટ@સુઈગામ: ક્લીન વહીવટની મથામણમાં વિવાદ, પ્રમુખની પત્નીનો પગાર બ્રેક, સ્ટાફે કહ્યું, ટીડીઓ ત્રાસ આપે
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ અને ટીડીઓ વચ્ચે વિવાદનો એક ઓડિયો અગાાઉ વાયરલ થયો હતો. જેમાં પ્રમુખ મેવાભાઇ કલાલે મોટાભાગે આક્ષેપો અને નારાજગી રજૂ કરી હતી. હવે આ વિવાદ અચાનક ન હોવાને સમર્થન કરતી બાબતો સામે આવી છે. ટીડીઓ કાજલ આંબલીયા વહીવટમાં શ્રેષ્ઠતા આપવાની મથામણમાં લાગ્યા છે. જેમાં મનરેગા સ્ટાફને કડક સુચના આપી ઝડપી અને ગુણવત્તાયુક્ત કામ આપવા કહ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ દરમ્યાન મનરેગા શાખામાં ટેક્નિકલ હોદ્દા પર નોકરી કરતાં અને પ્રમુખના પત્ની એવા નીતાબેન ફરજમાં અવારનવાર ગેરહાજર જણાયાં હતા. આથી તપાસ કરી ટીડીઓએ 2 મહિનાનો પગાર અટકાવી દીધો હતો. આ સાથે મનરેગા એપીઓ અરવિંદ પુરોહિત સહિતનાને પણ કડક સુુચના આપી જમાટે મામ બાબતો વચ્ચે ટીડીઓ અને પ્રમુખ વચ્ચેની ટેલિફોનિક વાતચીત સાર્વજનિક થતાં નારાજગીનું ઘોડાપૂર આવી ગયું છે. ટીડીઓ કાજલ આંબલીયા માનસિક ત્રાસ આપતાં હોવાનું લેખિતમાં ખુદ સ્ટાફે કહ્યું છે.

રિપોર્ટ@સુઈગામ: ક્લીન વહીવટની મથામણમાં વિવાદ, પ્રમુખની પત્નીનો પગાર બ્રેક, સ્ટાફે કહ્યું, ટીડીઓ ત્રાસ આપે
File Photo

સમગ્ર મામલે સુઈગામ તાલુકા મનરેગા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટીડીઓ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી માનસિક ત્રાસ આપે છે. આથી કુલ 10 કર્મચારીઓએ લેખિતમાં નિયામક અને ડીડીઓને  રજૂઆત કરી છે. જેની સામે ટીડીઓ કાજલ આંબલીયાને પૂછતાં જણાવ્યું હતું કે, નીતાબેનનો પગાર નિયમોનુસાર હોલ્ડ કર્યો છે. જ્યારે મનરેગા સ્ટાફ સાથે સમાધાન થયું હોઇ ફરજમાં આવી જશે. જોકે મનરેગાના મદદનીશ પ્રોગ્રામ ઓફિસર અરવિંદ પુરોહિતે જણાવ્યું હતું કે, ટીડીઓ દ્વારા માનસિક પરેશાની હોઇ હું 26/5 થી ફરજમાં જતો નથી. જ્યારે સ્ટાફ પણ નહિ જતાં હું સમજાવી રહ્યો છું. મનરેગા સ્ટાફ બાબતે ટીડીઓ કહે છે કે, સમાધાન થઈ ગયું તો એપીઓ કહે સમાધાન નથી થયું તો વિરોધાભાસ પણ ઘણું જણાવી રહ્યો છે.