રીપોર્ટ@સુઇગામ: માઇનોર કેનાલ બિનઉપયોગી, સત્તાધિશોનો વહીવટ શંકાસ્પદ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) સુઇગામ તાલુકાની કેનાલોમાં ગાબડાં પડવાની પરિસ્થિતિ સામાન્ય બનતી હોવાનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ દરમ્યાન સોનેથ માઇનોર કેનાલ 1 અને 2 ઘણા સમયથી અત્યંત જર્જરીત હોઇ બિનઉપયોગી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે નર્મદાના સત્તાધિશો કેનાલના વહીવટ સામે શંકાસ્પદ સ્થિતિમાં આવ્યા છે. સૌથી મોટો આક્ષેપ થયો છે કે, બિનઉપયોગી
 
રીપોર્ટ@સુઇગામ: માઇનોર કેનાલ બિનઉપયોગી, સત્તાધિશોનો વહીવટ શંકાસ્પદ

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

સુઇગામ તાલુકાની કેનાલોમાં ગાબડાં પડવાની પરિસ્થિતિ સામાન્ય બનતી હોવાનો ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. આ દરમ્યાન સોનેથ માઇનોર કેનાલ 1 અને 2 ઘણા સમયથી અત્યંત જર્જરીત હોઇ બિનઉપયોગી રહી છે. આ તમામ ગતિવિધિ વચ્ચે નર્મદાના સત્તાધિશો કેનાલના વહીવટ સામે શંકાસ્પદ સ્થિતિમાં આવ્યા છે. સૌથી મોટો આક્ષેપ થયો છે કે, બિનઉપયોગી કેનાલથી સિંચાઇ સાર્થક થતી ન હોઇ રખરખાવના ખર્ચા કાગળ પર થઇ રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

રીપોર્ટ@સુઇગામ: માઇનોર કેનાલ બિનઉપયોગી, સત્તાધિશોનો વહીવટ શંકાસ્પદ

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ તાલુકાની સોનેથ માઇનોર 1 અને 2 કેનાલ છેલ્લા પાંચેક વર્ષથી બંધ હાલતમાં હોવાનો ખેડુતોએ ઘટસ્ફોટ કર્યો છે. કેનાલ વર્ષોથી જર્જરીત હોઇ ખેડુતો માટે બિનઉપયોગી રહેતા અનેક સવાલો ઉભા થયા છે. જેમાં માઇનોર કેનાલ તૈયાર કરવાથી માંડી અત્યાર સુધીમાં ખર્ચાઓ નિષ્ફળ ગયા હોવાનો લાભાર્થી ખેડુતોએ આક્ષેપ કર્યો છે. આ સાથે ખાનગી કોન્ટ્રાક્ટર દ્રારા માઇનોર કેનાલની સાફ સફાઇ ટાળવામાં આવતી હોવા છતાં મરામતના નામે ખોટા બિલો બનાવી રોકડી થતી હોવાનો ગંભીર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે.

રીપોર્ટ@સુઇગામ: માઇનોર કેનાલ બિનઉપયોગી, સત્તાધિશોનો વહીવટ શંકાસ્પદ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માઇનોર કેનાલના ફોટાના આધારે સૌથી વધુ ગંભીર બાબત સામે આવી છે. જેમાં લાખોના ખર્ચે તૈયાર કરેલી માઇનોર કેનાલ અસ્તિત્વ ગુમાવી રહી હોવાનુ સામે આવ્યુ છે. જેનાથી કેનાલની ઉપયોગીતા અને તેની જરૂરીયાત સામે નર્મદાના અધિકારીઓનો વહીવટ શંકાસ્પદ સ્થિતિમાં આવ્યો છે. સમગ્ર મામલે માઇનોર કેનાલ નજીકના ખેડુતો હવે કેનાલની બિનઉપયોગિતાને લઇ જમીનનું દબાણ ઉભુ થયાની સ્થિતિ સમજી રહ્યા છે.

રીપોર્ટ@સુઇગામ: માઇનોર કેનાલ બિનઉપયોગી, સત્તાધિશોનો વહીવટ શંકાસ્પદ