રીપોર્ટ@સુરત: મનપામાં વિપક્ષ તરીકે બેસી શકે AAP, કેજરીવાલે માન્યો જનતાનો આભાર

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક રાજ્યમાં આજદીન સુધી ત્રીજો મોરચો સફળ રહ્યો નથી. જોકે હવે આ વાત ઇતિહાસ બનવા જઇ રહી છે. કારણ કે, ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીની સફળ એન્ટ્રી થઇ છે. ગત રવિવારે મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ આજે મતગણતરીમાં આપ પાર્ટી માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત મનપામાં રપ થી વધુ સીટો
 
રીપોર્ટ@સુરત: મનપામાં વિપક્ષ તરીકે બેસી શકે AAP, કેજરીવાલે માન્યો જનતાનો આભાર

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

રાજ્યમાં આજદીન સુધી ત્રીજો મોરચો સફળ રહ્યો નથી. જોકે હવે આ વાત ઇતિહાસ બનવા જઇ રહી છે. કારણ કે, ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટીની સફળ એન્ટ્રી થઇ છે. ગત રવિવારે મહાનગરપાલિકાઓની ચૂંટણી બાદ આજે મતગણતરીમાં આપ પાર્ટી માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરત મનપામાં રપ થી વધુ સીટો પર ભવ્ય જીત મેળવતાં દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી ગુજરાતના લોકોને શુભેભ્છા આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારૂ પ્રદર્શન કરતા 25થી વધુ બેઠકો કબજે કરી છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ ર૫ બેઠક જીતી છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય સફળતા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ હતું. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની ભવ્ય જીતને વધાવી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા કહ્યુ કે, “નવી રાજનીતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી શુભેચ્છા.”

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય જીત બદલ સુરત વાસીઓનો આભાર માનતા ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા હતા. આ સાથે સુરતમાં 120 બેઠકમાંથી ભાજપને અત્યાર સુધી 55 બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને 55 બેઠક મળી હતી, જ્યારે 5 બેઠકમાં કોંગ્રેસ આગળ છે. સુરતમાં કોંગ્રેસને પાટીદારો સાથેનો ટકરાવ ભારે પડ્યો છે. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય સફળતા મેળવી છે.