રીપોર્ટ@સુરેન્દ્રનગર: શિક્ષક સંઘમાં હોદ્દાની પસંદગીનો વિવાદ, ચોંકાવનારો ઘટસ્ફોટ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં હોદ્દેદારની પસંદગીનો વિવાદ સામે આવ્યો છે. ચોટીલા તાલુકાના શિક્ષકે જીલ્લામાંથી રાજ્યમાં મોકલવામાં આવેલ હોદ્દેદારની પસંદગી ગેરકાયદેસર હોવાની રજૂઆત કરી છે. કારોબારી બેઠક બોલાવ્યા વિના અને દરેકને ઉમેદવારી કરવાની તક નહીં આપી રાજ્યના હોદ્દેદારની પસંદગી કરી હોવાની ડીડીઓને રજૂઆત કરી છે. જેની સામે જીલ્લા શિક્ષક પ્રમુખે સત્તાની રૂએ અને
 
રીપોર્ટ@સુરેન્દ્રનગર: શિક્ષક સંઘમાં હોદ્દાની પસંદગીનો વિવાદ, ચોંકાવનારો ઘટસ્ફોટ

અટલ સમાચાર,સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં હોદ્દેદારની પસંદગીનો વિવાદ સામે આવ્યો છે. ચોટીલા તાલુકાના શિક્ષકે જીલ્લામાંથી રાજ્યમાં મોકલવામાં આવેલ હોદ્દેદારની પસંદગી ગેરકાયદેસર હોવાની રજૂઆત કરી છે. કારોબારી બેઠક બોલાવ્યા વિના અને દરેકને ઉમેદવારી કરવાની તક નહીં આપી રાજ્યના હોદ્દેદારની પસંદગી કરી હોવાની ડીડીઓને રજૂઆત કરી છે. જેની સામે જીલ્લા શિક્ષક પ્રમુખે સત્તાની રૂએ અને તાલુકા પ્રમુખોને વિશ્વાસમાં લઇ પસંદગી કરી હોવાનો દાવો કર્યો છે. આ પછી પ્રમુખ અને રજૂઆત કરનાર શિક્ષકને પુછતાં વધુ ચોંકાવનારા દાવા સામે આવ્યા છે.

 

રીપોર્ટ@સુરેન્દ્રનગર: શિક્ષક સંઘમાં હોદ્દાની પસંદગીનો વિવાદ, ચોંકાવનારો ઘટસ્ફોટ

ચોટીલા તાલુકાની ખેરાણા પ્રાથમિક શાળાના શિક્ષક દિપેન્દ્ર ધાંધલે જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી વિરૂધ્ધ રજૂઆત કરી છે. જેમાં રાજ્ય શિક્ષક સંઘમાં હોદ્દેદાર તરીકે નામ મોકલવાની પસંદગી પ્રક્રિયા ગેરકાયદેસર રીતે કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જીલ્લા સંઘના કુલ ૧૫ સભ્યોની સહી સાથે રાજ્ય સંઘમાં પાટડી તાલુકાના રણછોડભાઇ વઢેરનું નામ હોદ્દેદાર તરીકે મુકવામાં આવ્યુ છે. જેનો ઠરાવ સર્વાનુમતે હોવાના વિરૂધ્ધ દિપેન્દ્ર ધાંધલે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં દિપેન્દ્ર ધાંધલે કહ્યુ હતુ કે, મંડળીમાં ગોટાળાની બુમરાડ ઉભી થવાની શક્યતા જોતાં જીલ્લાની કારોબારી બોલાવ્યા વિના નામની પસંદગી થઇ છે. જેની સામે જીલ્લા શિક્ષક સંઘ પ્રમુખ દેવાભાઇ સભાડે કહ્યુ હતુ કે, દિપેન્દ્ર ધાંધલે રાજ્યમાં હોદ્દેદારની માંગણી કરી તેનો અસ્વિકાર કરતાં રજૂઆત કરી છે.

રીપોર્ટ@સુરેન્દ્રનગર: શિક્ષક સંઘમાં હોદ્દાની પસંદગીનો વિવાદ, ચોંકાવનારો ઘટસ્ફોટ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં વર્ષો બાદ આંતરિક ટકરાવની સ્થિતિ સામે આવી છે. આગામી દિવસોએ રાજ્ય શિક્ષક સંઘની ચૂંટણી હોઇ જીલ્લામાંથી હોદ્દેદાર પસંદ કરી રાજ્યમાં મોકલવાના બાબતે વિવાદ ઉભો થયો છે.

રીપોર્ટ@સુરેન્દ્રનગર: શિક્ષક સંઘમાં હોદ્દાની પસંદગીનો વિવાદ, ચોંકાવનારો ઘટસ્ફોટ

જેમાં રાજ્યના હોદ્દેદારની પસંદગી પ્રક્રિયાનો ઠરાવ સૌથી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જેમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, પ્રમુખના દાવા મુજબ રણછોડભાઇ વઢેરનું નામ 2 વર્ષ અગાઉ નક્કી કરી દેવામાં આવ્યુ હતુ. આ તરફ રજૂઆતકર્તા શિક્ષક દિપેન્દ્ર ધાંધલે કારોબારી બેઠક બોલાવ્યા વિના મનસ્વી રીતે નામની પસંદગી કરી હોવાની લેખિત રજૂઆત કરતાં હડકંપ મચી ગયો છે.