રીપોર્ટ@સુરેન્દ્રનગર: ઉપરવાસમાં વરસાદથી ડેમ ઓવરફ્લો, ખેતરો જળબંબાકાર

અટલ સમાચાર, સુરેન્દ્રનગર કોરોના મહામારી વચ્ચે ભારે વરસાદ આવતાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક નદી નાળાઓ છલકાયા ગયા હતા. ત્યારે લીંબડી તાલુકાનાં ગડથલ ગામની આજુબાજુનાં વિસ્તારમાં ખેડુતો માટે વરસાદ અભીષાપ બન્યો હતો. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી ડેમ ઓવરફ્લો થતા ગડથલ ગામની આજુબાજુનાં વિસ્તારમાં આશરે 1000 વીઘા જમીનોમાં વાવેતર કરેલ મગફળી, તલ, એંરડા કપાસ, કઠોળ સહિતનો પાક
 
રીપોર્ટ@સુરેન્દ્રનગર: ઉપરવાસમાં વરસાદથી ડેમ ઓવરફ્લો, ખેતરો જળબંબાકાર

અટલ સમાચાર, સુરેન્દ્રનગર

કોરોના મહામારી વચ્ચે ભારે વરસાદ આવતાં સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક નદી નાળાઓ છલકાયા ગયા હતા. ત્યારે લીંબડી તાલુકાનાં ગડથલ ગામની આજુબાજુનાં વિસ્તારમાં ખેડુતો માટે વરસાદ અભીષાપ બન્યો હતો. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી ડેમ ઓવરફ્લો થતા ગડથલ ગામની આજુબાજુનાં વિસ્તારમાં આશરે 1000 વીઘા જમીનોમાં વાવેતર કરેલ મગફળી, તલ, એંરડા કપાસ, કઠોળ સહિતનો પાક નિષ્ફળ જાય તેવી ભીતી છે. હાલ પણ વરસાદનાં વિરામ બાદ ખેતરોમાં ડોઢ ફુટ પાણી ભરેલા હોઇ પાક બળી જય તેવી પરિસ્થિતિ સર્જાતા ધરતીનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર, લીંબડી, તાલુકામાં બારેમેધ ખાધા હતા અને ધોધમાર વરસાદ બાદ અનેક નદી નાળાઓ છલકાયા હતા. ખેડુતો માટે આ વરસાદ આફત બનીને આવ્યો હોઇ તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ હતી. લીંબડી તાલુકામાં ગડથલ આજુબાજુનાં ગામોમાં ધરતીપુત્રોએ વરસાદી વાતાવરણ થતા મોઘા બીયારણો તેમજ ખાતર સહિતનો ખર્ચ કરી અને કપાસ, મગફળી, તલ, એંરડા, કઠોળનું વાવેતરી કરેલ પરંતુ લખતર અને લીંબડી તાલુકામાં ધોધમાર વરસાદ પડતા લીંબડી તાલુકાનાં ગડથલ આજુબાજુનાં ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતો માથે આભ તૂટી પડયો હતો. ખેડુતો પોતાનો પાક નજર સામે પાણીમાં ગરકાવ થતો જોવા મજબૂર બન્યા હતા.

રીપોર્ટ@સુરેન્દ્રનગર: ઉપરવાસમાં વરસાદથી ડેમ ઓવરફ્લો, ખેતરો જળબંબાકાર

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ વરસાદ પૈકી લખતર તાલુકામાં નવ ઇચ જેટલો વરસાદ પડયો હતો તેમજ સુરેન્દ્રનગરમાં આવેલ ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા આ પાણી લખતરનાં સરદાર ડેમમાં આવતા આ ડેમ પણ ઓવરફ્લો થયો હતો. જેથી આ સરદાર ડેમનું પાણી લીંબડી તાલુકાનાં ગડથલ અને આજુબાજુનાં ગામોનાં સીમ જમીનમાં આશરે એક હજાર એકર જમીનમાં વાવેતર કરેલ કપાસ, મગફળી, એંરડા, અને કઠોળ સહિતનાં પાકો પર પાણી ફરી વળતા પાક નિષ્ફળ જાય અને પાણી ભરાયેલા રહે જેથી પાકો બળી જાય તેવી કપરી સ્થિતિ ખેડુતો માટે થઇ હતી. હાલમાં પણ જ્યારે વરસાદનાં વિરામ બાદ ખેતરો જળબંબાકાર છે અને ખેતરોમાં પાણી ભરાયેલા હોઇ જેથી પાક નિષ્ફળ જાય તેવી ભીતી છે. જેથી ખેડુતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.