રીપોર્ટ@સુરેન્દ્રનગર: ગંદા પાણીના નિકાલ અને ઉપયોગનો પ્લાન્ટ શરૂ કરવા કવાયત

અટલ સમાચાર, ડેસ્ક વઢવાણમાં 38 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. શહેરી વિસ્તારોમાંથી નિકાલ કરવામાં આવતાં ગંદા પાણીને ફરી પ્રક્રીયા કરી શુધ્ધ કરી તેનો ઉપયોગ કરવા આ કામગીરી હાથ ધરાઇ છે. જોકે હાલ આ પ્લાન્ટનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને કામગીરી પૂર્ણ થવા આવી રહી છે. આગામી દિવસોમાં પ્લાન્ટનું લોકાર્પણ થયા બાદ
 
રીપોર્ટ@સુરેન્દ્રનગર: ગંદા પાણીના નિકાલ અને ઉપયોગનો પ્લાન્ટ શરૂ કરવા કવાયત

અટલ સમાચાર, ડેસ્ક

વઢવાણમાં 38 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. શહેરી વિસ્તારોમાંથી નિકાલ કરવામાં આવતાં ગંદા પાણીને ફરી પ્રક્રીયા કરી શુધ્ધ કરી તેનો ઉપયોગ કરવા આ કામગીરી હાથ ધરાઇ છે. જોકે હાલ આ પ્લાન્ટનું ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને કામગીરી પૂર્ણ થવા આવી રહી છે. આગામી દિવસોમાં પ્લાન્ટનું લોકાર્પણ થયા બાદ ગંદા પાણીને શુધ્ધ કરી તેનો ઉપયોગ થઈ શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર પાલિકાના અલગ-અલગ વોર્ડમાં આવેલ રહેણાંક વિસ્તારોમાંથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ પાણીનો ફરી શુધ્ધ થયાં બાદ ઉપયોગ થઈ શકે તેમજ પાણીની બચત થાય તેવાં હેતુથી પાલિકાના પૂર્વ પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મુળચંદ રોડ પર અંદાજે રૂા.38.17 કરોડથી વધુના ખર્ચે અત્યાધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. આ તરફ તેની કામગીરી હાલ ચાલી રહી છે જે મોટાભાગે પૂર્ણતાના આરે છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, શરૂઆતના પ્રાથમિક ટ્રાયલબેઝમાં દરરોજ અંદાજે 50 લાખ લીટરથી વધુ ગંદુ પાણી અહીં પાઈપલાઈન મારફતે આવી રહ્યું છે અને તેને અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કરવામાં આવી રહ્યું છે. અત્યાધુનિક મશીનરી અને અદ્યતન ટેકનોલોજીનો આ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. દૈનિક અંદાજે 3 કરોડ લીટરથી વધુ ગંદુ પાણી શુધ્ધ કરવાની આ પ્લાન્ટ ક્ષમતા ધરાવે છે. આ અંગે પાલિકાના યુવા પ્રમુખના જણાવ્યા મુજબ, આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ શહેરી વિસ્તારોમાંથી દરરોજ અંદાજે 2.60 કરોડ લીટર ગંદુ પાણી સુએઝ પ્લાન્ટમાં ઠાલવવામાં આવશે. જે બાદમાં અલગ-અલગ પ્રક્રિયા કરી શુધ્ધ કર્યા બાદ ખેડુતો, ઉદ્યોગો તેમજ પાલિકા હસ્તકના બગીચાઓને પુરૂ પાડવામાં આવશે. પ્લાન્ટ કાર્યરત થયાં બાદ શુધ્ધ પાણીની બચત થશે તેમજ ગંદા પાણીનો યોગ્ય રીતે ઉપયોગ પણ થઈ શકશે.