ઘટસ્ફોટ@રાધનપુર: 70 વર્ષથી તાલુકાના 20 ગામો પાકા માર્ગથી વંચિત રાખ્યાનો રીપોર્ટ

અટલ સમાચાર,મહેસાણા,પાટણ પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકાના 20 ગામો આઝાદી મળી ત્યારથી પાકા માર્ગથી વંચિત ચાલી રહયા છે. આ ગામોના નાગરિકો સામે તાલુકા-જીલ્લા પંચાયત, ધારાસભ્યો, સંસદસભ્યો સહિતના નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે જીલ્લા પંચાયતના સભ્યએ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી નવિન માર્ગ બનાવી આપવાની રજૂઆત કરતા પંથકનો વિકાસ ખુલ્લો પડી ગયો છે. રાધનપુર-સાંતલપુર તાલુકાના
 
ઘટસ્ફોટ@રાધનપુર: 70 વર્ષથી તાલુકાના 20 ગામો પાકા માર્ગથી વંચિત રાખ્યાનો રીપોર્ટ

અટલ સમાચાર,મહેસાણા,પાટણ

પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકાના 20 ગામો આઝાદી મળી ત્યારથી પાકા માર્ગથી વંચિત ચાલી રહયા છે. આ ગામોના નાગરિકો સામે તાલુકા-જીલ્લા પંચાયત, ધારાસભ્યો, સંસદસભ્યો સહિતના નિષ્ફળ ગયા હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર મામલે જીલ્લા પંચાયતના સભ્યએ કાર્યપાલક ઇજનેરને પત્ર લખી નવિન માર્ગ બનાવી આપવાની રજૂઆત કરતા પંથકનો વિકાસ ખુલ્લો પડી ગયો છે.

રાધનપુર-સાંતલપુર તાલુકાના કુલ 20 ગામોના નાગરિકોને એકબીજાને મળવા હજુ સુધી પાકા માર્ગની વ્યવસ્થા અપાઇ નથી. દેશની પહેલી લોકસભા અને રાજયની પહેલી વિધાનસભાથી લઇ જીલ્લા અને તાલુકા પંચાયત સહિતના સત્તાધીશો રપ હજારથી વધુ ગ્રામજનો સામે બેદરકાર પુરવાર થયા છે. પાકા માર્ગની વ્યવસ્થા ન હોવાથી આ ગામડાઓમાં વિકાસ સામે આક્ષેપો થઇ રહયા છે.

સમગ્ર બાબતે ત્યારે ઘટસ્ફોટ થયો જયારે લેખિતમાં પાટણ જીલ્લા પંચાયતના સભ્ય જગદિશ ઠાકોરે કાર્યપાલક ઇજનેરને ગામોના નામ સહિતના લિસ્ટ સાથે અરજી આપી દીધી. આવી સ્થિતિમાં રાધનપુર-સાંતલપુર તાલુકાના ગામોને પાકા માર્ગથી વંચિત રાખનાર સત્તાધીશો અને અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ ગામોનો વિકાસ રોકનારા સામે ભયંકર નારાજગી

1.મોટી પીંપળીથી નાયતવાડા (7 કિ.મી.)
2.પ્રેમનગર થી મેમદાવાદ (4 કિ.મી.)
3.જાવંત્રી થી દૈસર (4 કિ.મી.)
4.બંધવડ હાઇવે થી ગોકુલનગર સુધી તથા એમ.એસ.હાઇવેથી વૃંદાવન વાડી વિસ્તાર (4 કિ.મી.)
5.મેમદાવાદ થી કુણશેલા (4 કિ.મી.)
6.કોલાપુર થી પોરાણા (5 કિ.મી.)
7.મેમદાવાદ થી કોલાપુર (5 કિ.મી.)
8.ચલવાડા થી ઠીકરીયા રોડ (8 કિ.મી.)
9.ગુલાબપુરા થી નજુપુરા (4 કિ.મી.)

મેટલકામ કરી બે ગામોના લોકોને છેતર્યા ?

15 વર્ષ પહેલા ઇન્દ્રનગરથી સુરકા ગામ વચ્ચેના 3 કિ.મી.ના માર્ગમાં મેટલકામ કરવામાં આવ્યુ હતુ. આ પછી પાકો માર્ગ નહી બનાવી આગળનું કામ પડતુ મુકી દીધુ હતુ. આવી સ્થિતિમાં 15 વર્ષ અગાઉ બે ગામોના મતદારોને છેતરી નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાની આશંકા ઉભી થઇ છે. સમગ્ર મામલે સ્થાનિક આગેવાને માહિતિ માંગી મામલો કોર્ટ સુધી લઇ જવાની પણ તૈયારી કરી હતી.