રીપોર્ટ@વડોદરા: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખાનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક વડોદરાના માંજલપુરમાં મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કની શાખાનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના બીજા નબંરની સૌથી મોટી સહકારી બેન્કની 58મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બેંકમાં 2000 જેટલા લોકરની સુવિધા છે. દેશમાં 10માં નંબરની સૌથી મોટી સહકાર બેંક મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
રીપોર્ટ@વડોદરા: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખાનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના માંજલપુરમાં મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કની શાખાનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના બીજા નબંરની સૌથી મોટી સહકારી બેન્કની 58મી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે. બેંકમાં 2000 જેટલા લોકરની સુવિધા છે. દેશમાં 10માં નંબરની સૌથી મોટી સહકાર બેંક મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મહેસાણા અર્બન બેંક ગુજરાતના સહકારી ક્ષેત્રની બીજા નંબરની સૌથી મોટી બેંક છે. જેની 58મી શાખાનો પ્રારંભ થયો છે જે ગૌરવની વાત છે. મહેસાણા અર્બન બેંક વડોદરાના વિકાસ માટે નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને વેપારીઓને પોતાનો ધંધો રોજગાર વિકસાવવા ખૂબ જ સરળતાથી ઓછા વ્યાજે લોન ધિરાણ ઉપલબ્ધ કરાવશે.

રીપોર્ટ@વડોદરા: મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની શાખાનું નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન

આ સાથે તેમણે ઉમેર્યુ હતુ કે, મહેસાણા અર્બન બેંક સમગ્ર દેશમાં દસમા નંબરનું સ્થાન ધરાવે છે. આ બેંક રૂ.6614 કરોડની ડિપોઝિટ, રૂ.4606 કરોડના ધિરાણ સાથે રૂ.11320 કરોડનું ટર્ન ઓવર કરે છે. માર્ચ-2021 અંતિત બેન્કે રૂ.207 કરોડનો ગ્રોસ નફો કર્યો છે. કોરોના મહામારીમાં રાજ્યમાં ધંધા ઉદ્યોગ ઠપ્પ હતા. ત્યારે રાજ્ય સરકારની વ્યાજ સહાયની શરૂઆત આ બેંક દ્વારા કરવામાં આવી હતી એટલુ જ નહિ નાના વેપારીઓ, કારીગર વર્ગને ઓછા વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું હતું. મહેસાણા અર્બન બેંક મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલા જૂથોને આર્થિક રીતે પગભર કરવા સરકારની યોજના હેઠળ શૂન્ય ટકાએ ધિરાણ પણ આપવામાં ખૂબ અગ્રેસર છે તેવુ પણ ઉમેર્યુ હતુ.