રિપોર્ટ@ઉ.ગુ: શહેરી આવાસમાં હજારો કેસ શંકાસ્પદ, નિયમોથી બીજા હપ્તાને બ્રેક

અટલ સમાચાર, ગીરીશ જોશી શહેરી આવાસ યોજના અંગે અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. સંયુક્ત ઓથોરિટી દ્વારા સહાય અરજીઓ મંજૂર કર્યા બાદ શંકાસ્પદ બાબતો સામે આવતાં દોડધામ મચી ગઇ છે. નિયમો સામે વચલો રસ્તો નહિ મળતાં નાછૂટકે બીજા હપ્તાને બ્રેક લાગી છે. અનેક મહિનાઓથી હપ્તા નહિ છૂટતાં નોટીસ ફટકારી સંતોષ માનવામાં આવી રહ્યો છે. યોજનાની
 
રિપોર્ટ@ઉ.ગુ: શહેરી આવાસમાં હજારો કેસ શંકાસ્પદ, નિયમોથી બીજા હપ્તાને બ્રેક

અટલ સમાચાર, ગીરીશ જોશી 

શહેરી આવાસ યોજના અંગે અત્યંત ગંભીર વિગતો સામે આવી છે. સંયુક્ત ઓથોરિટી દ્વારા સહાય અરજીઓ મંજૂર કર્યા બાદ શંકાસ્પદ બાબતો સામે આવતાં દોડધામ મચી ગઇ છે. નિયમો સામે વચલો રસ્તો નહિ મળતાં નાછૂટકે બીજા હપ્તાને બ્રેક લાગી છે. અનેક મહિનાઓથી હપ્તા નહિ છૂટતાં નોટીસ ફટકારી સંતોષ માનવામાં આવી રહ્યો છે. યોજનાની પારદર્શકતા તોડવી જટિલ હોઈ સંબંધિતો માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@ઉ.ગુ: શહેરી આવાસમાં હજારો કેસ શંકાસ્પદ, નિયમોથી બીજા હપ્તાને બ્રેક

કેન્દ્ર સરકારની ગ્રામીણ સામે શહેરી આવાસ યોજના કાચબા ગતિએ મૂકાઈ ગઈ છે. એક તરફ ગ્રામીણ આવાસ યોજનામાં ગ્રાન્ટનો પ્રશ્ન છે જ્યારે શહેરી આવાસમાં ગ્રાન્ટ હોવા છતાં હપ્તા છૂટતાં નથી. આવું એટલા માટે બની રહ્યું છે કે, ઉત્તર ગુજરાતની મોટાભાગની પાલિકા અને કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા ધડાધડ લાભાર્થીઓની અરજી મંજૂર કરી દેવામાં આવી હતી. આ પછી તુરંત પ્રથમ હપ્તો પણ ચૂકવી દીધો હતો. જોકે બીજો હપ્તો મેળવવા લાભાર્થીઓ તરફથી જરૂરી વિગતો નહિ મળતાં બ્રેક લાગી છે. મહિનાઓથી બીજો હપ્તો નહિ મળતાં શહેરના દિગ્ગજ અમીર લાભાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.

રિપોર્ટ@ઉ.ગુ: શહેરી આવાસમાં હજારો કેસ શંકાસ્પદ, નિયમોથી બીજા હપ્તાને બ્રેક

આ પછી તપાસ કરતાં કન્સલ્ટન્ટ એજન્સીએ પ્રથમ હપ્તા અંતર્ગત જરૂરી વિગતો માંગી હતી. જેની પૂર્તતા કરવા બંને વચ્ચે ખૂબ મથામણ થઈ હતી. જોકે બીજો હપ્તો મેળવવાની લાયકાત ઉભી નહિ થતાં નોટીસ આપવાની અને સામે સ્વિકારવાની નોબત આવી છે. હકીકતે યોજનામાં નિર્ધારિત કેટલીક પારદર્શક બાબતો નજરઅંદાજ કરવી અત્યંત મુશ્કેલ બની હતી. આવી સ્થિતિમાં રાધનપુર, હારિજ સહિત ઉત્તર ગુજરાતની અનેક પાલિકા હેઠળ પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના મંદ પડી છે.

ખોટી રીતે સહાય લીધાની ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ પોલીસ ફરિયાદ નોંધાઇ

શહેરી આવાસ યોજનામાં મોટાભાગના લાભાર્થીઓને બીજો હપ્તો બ્રેક થયાની ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે. આ દરમ્યાન રાધનપુર પાલિકા હેઠળ શહેરી આવાસની ખોટી સહાય લીધાની સૌપ્રથમ પોલીસ ફરીયાદ દાખલ થઈ છે. ઘટનાને પગલે અનેક ઉચ્ચ મધ્યમવર્ગીય લાભાર્થીઓએ બીજો હપ્તો મેળવવાની મથામણ ઉપર બ્રેક કરવી પડી છે. શહેરી આવાસ યોજનામાં ટાર્ગેટ સામે મળતી સફળતા શંકાસ્પદ સવાલોમાં આવી છે.

રિપોર્ટ@ઉ.ગુ: શહેરી આવાસમાં હજારો કેસ શંકાસ્પદ, નિયમોથી બીજા હપ્તાને બ્રેક

અનેક લાભાર્થીઓ ઉચ્ચ મધ્યમવર્ગના

સૂત્રોએ જણાવ્યું હતું કે, કન્સલ્ટન્ટ એજન્સીએ માપદંડ મુજબ કાગળો આધારે અરજી સ્વીકારી લીધી હતી. આ પછી અનેક લાભાર્થીઓ પ્રથમ હપ્તાથી મકાનનો પાયો પણ ચણી શક્યા નથી. આ સાથે કેટલાક લાભાર્થીઓ અમીર હોવાની શંકા અને સવાલો ઉભા થયા બાદ બીજા હપ્તાને બ્રેક લાગી છે. જેમાં એકથી અનેક નોટીસ ફટકારી સંતોષ માનવામાં આવ્યો છે.

પાલિકાઓની જવાબદારી હોવાનું જણાવ્યુ

અનેક લાભાર્થીઓનો બીજો હપ્તો અટકી જતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારના અર્બન વિકાસ નિગમની એફોર્ડેબલ હાઉસિંગ શાખાનો સંપર્ક કરતા એમઆઇએસ કો-ઓર્ડિનેટર અમિતભાઇએ પાલિકાઓની જવાબદારી હોવાનું કહી વાત પુર્ણ કરી હતી. લાભાર્થીઓના કેસ અને ડીપીઆર સહિતની બાબતે પાલિકા જવાબદાર હોવાનું જણાવ્યુ હતુ.