રીપોર્ટ@ઉ.ગુ: મહેસાણામાં 15 કેસ સામે 43 દર્દી સાજા થયા, પાટણમાં નવા 21 કેસ

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા 15 અને પાટણમાં 21 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 43 દર્દી સાજા થયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ
 
રીપોર્ટ@ઉ.ગુ: મહેસાણામાં 15 કેસ સામે 43 દર્દી સાજા થયા, પાટણમાં નવા 21 કેસ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા 15 અને પાટણમાં 21 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં આજે એકસાથે નવા 43 દર્દી સાજા થયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા અને સંબંધિત વિસ્તારોમાં સેનેટાઇઝેશનની કવાયત હાથ ધરી છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવાની કવાયત હાથ ધરીછે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં નવા 15 કેસ સામે આવ્યા

રીપોર્ટ@ઉ.ગુ: મહેસાણામાં 15 કેસ સામે 43 દર્દી સાજા થયા, પાટણમાં નવા 21 કેસ

મહેસાણા જીલ્લામાં આજે ગ્રામ્ય વિસ્તારમાં નવા 6 કેસ અને શહેરી વિસ્તારમાં 9 કેસ મળી નવા 15 કેસ નોંધાયા છે. આ તરફ આજે જીલ્લમાં નવા દર્દી 43 સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 4, ઊંઝા શહેરમાં 2, વડનગર શહેરમાં 1, વિસનગર શહેરમાં 2 કેસ, મહેસાણા તાલુકાના ખેરવા ગામે 1, વડનગર તાલુકાના ખતોડામાં 1, વિસનગર તાલુકાના ઘાઘરેટ અને ઉદલપુરમાં 1-1 અને વિજાપુરના ઉબખલમાં 1 કેસ નોંધાયો છે.

પાટણ જીલ્લામાં નવા 21 કેસ

પાટણ જીલ્લામાં સંક્રમણ વધતાં દરરોજ ડબલ આંકડામાં નવા કેસ સામે આવી રહ્યા છે. આજે પાટણ શહેરમાં 11, તાલુકાના હાંસાપુરમાં 1, ચાણસ્મા તાલુકાના ધિણોજમાં 1, દેલમાલ, ચવેલી અને ગંગેટમાં 2-2, સાંતલપુર તાલુકાના ગરામડી અને ઝઝામમાં 1-1 મળી નવા 21 કેસ સામે આવ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરી છે.