રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં 3 જીલ્લામાં નવા 55 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં મળી કોરોના વાયરસના કુલ 55 કેસ નોંધાયા છે. આજે પાટણમાં 26 કેસ, મહેસાણામાં 19 કેસ અને બનાસકાંઠામાં 10 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં 5 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન
 
રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં 3 જીલ્લામાં નવા 55 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે ઉત્તર ગુજરાતના ત્રણ જીલ્લામાં મળી કોરોના વાયરસના કુલ 55 કેસ નોંધાયા છે. આજે પાટણમાં 26 કેસ, મહેસાણામાં 19 કેસ અને બનાસકાંઠામાં 10 કેસ નોંધાયા છે. આ તરફ મહેસાણા જીલ્લામાં 5 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામામાં નવા 19 કેસ નોંધાયા

રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં 3 જીલ્લામાં નવા 55 દર્દી ઉમેરાયાં

મહેસાણા જીલ્લામાં આજે નવા 19 કેસ પોઝિટીવની સામે નવા 5 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 5, કડી શહેરમાં 1, વિસનગર શહેરમાં 3, મહેસાણા તાલુકાના અંબાસણ અને પાંચોટમાં 1-1, કડી તાલુકાના કુંડાળ, વિસતપુરા અને ખાવડમાં 1-1, વિસનગરના કાંસા એન.એ. અને ઉમતામાં 1-1, ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડામાં 1, ખેરાલુના વિઠોડા અને સતલાસણાના સુદાસણામાં 1 મળી નવા 19 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં આજે 26 કેસ નોંધાયા

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના 26 લોકો પોઝિટીવ જાહેર થયા છે. આજે પાટણ શહેરમાં 10, પાટણ તાલુકાના કણી અને ધારપુર કેમ્પસમાં 1-1, ચાણસ્મા શહેરમાં 1, ચાણસ્મા તાલુકાના મીઠાધરવા, ધિણોજ અને ધાણોધરડામાં 1-1 અને ગંગેટમાં 2, સાંતલપુર તાલુકાના હમીરપુરા અને દૈસરમાં 1-1, સિધ્ધપુર શહેરમાં 1 અને ગણેશપુરામાં 1, રાધનણુર શહેરમાં 1, સરસ્વતી તાલુકાના સરીયદમાં 1 અને શંખેશ્વરના શીપુરમાં 1 મળી નવા 26 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં 10 કેસ નોંધાયા

રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર જતાં 3 જીલ્લામાં નવા 55 દર્દી ઉમેરાયાં

બનાસકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 10 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવા કવાયત શરૂ કરી છે. આજે દાંતામાં 1, દિયોદરમાં 2, ધાનેરામાં 2 અને પાલનપુરમાં 5 મળી જીલ્લામાં નવા 10 કેસ નોંધાયા છે.