રીપોર્ટ@ઉ.ગુજરાત: દિગ્ગજો કેન્દ્રમાં વ્યસ્ત, ભાજપમાં આવેલા નેતા સત્તાવિહોણાં

અટલ સમાચાર, મહેસાણા ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અનેક કોંગી નેતાઓ તબક્કાવાર ભાજપમાં સામેલ થયા હતા. આશા, અપેક્ષા અને આશ્વાસન વચ્ચે અલ્પેશ ઠાકોર સહિતના અનેક નેતાઓ સત્તાવિહોણા ચાલી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક પુર્વ કોંગી નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ આજની સ્થિતિએ માત્ર પાર્ટી હોદ્દેદાર જ રહ્યા છે. હકીકતે કેન્દ્રના દિગ્ગજો રાષ્ટ્રીય રાજકારણમાં વ્યસ્ત હોઇ
 
રીપોર્ટ@ઉ.ગુજરાત: દિગ્ગજો કેન્દ્રમાં વ્યસ્ત, ભાજપમાં આવેલા નેતા સત્તાવિહોણાં

અટલ સમાચાર, મહેસાણા

ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં અનેક કોંગી નેતાઓ તબક્કાવાર ભાજપમાં સામેલ થયા હતા. આશા, અપેક્ષા અને આશ્વાસન વચ્ચે અલ્પેશ ઠાકોર સહિતના અનેક નેતાઓ સત્તાવિહોણા ચાલી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક પુર્વ કોંગી નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ આજની સ્થિતિએ માત્ર પાર્ટી હોદ્દેદાર જ રહ્યા છે. હકીકતે કેન્દ્રના દિગ્ગજો રાષ્ટ્રીય રાજકારણમાં વ્યસ્ત હોઇ સત્તાઓની નિમણૂકો સતત વિલંબમાં જઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના રાજકારણમાં અગાઉ અનેકવાર મોટી હલચલ મચી હતી. ગ્રામ્ય, શહેરી અને જીલ્લાકક્ષાના અનેક કોંગી નેતાઓ ગત ચૂંટણીઓ દરમ્યાન ભાજપમાં સામેલ થયા હતા. ખાસ કરીને અલ્પેશ ઠાકોર, ધવલ ઝાલા, જીવાભાઇ પટેલ, પી.કે.પટેલ, રેખાબેન ચૌધરી સહિત અનેક કોંગ્રેસી નેતાઓએ કેસરીયો ધારણ કર્યો હતો. સ્વાભાવિક છે કે ભાજપમાં જવા બાબતે કોઇને કોઇ અપેક્ષાઓ અને આશ્વાસન ઉપસ્થિત થયા હોય.

ગત વિધાનસભા અને લોકસભા ચૂંટણી પુર્ણ થયાને અનેક મહિનાઓ વિતી ગયા છતાં રાજ્યના બોર્ડ-નિગમોમાં નિમણુંકો અટકી પડી છે. હકીકતે કેન્દ્રના દિગ્ગજ નેતાઓ સતત રાષ્ટ્રીય રાજકારણ અને નિર્ણયોમાં વ્યસ્ત હોઇ ગુજરાતનું મંત્રીમંડળ નિમણુંકો આપી શકવા સામે સવાલો વચ્ચે છે. આવી સ્થિતિમાં અપેક્ષા અને આશ્વાસનોની ભરમાર વચ્ચે જીવભાઇથી માંડી અલ્પેશ ઠાકોર સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હજુપણ ભાજપમાં માત્ર પાર્ટી કાર્યકર્તા પુરતા સિમીત રહ્યા છે.

એકને ગોળ તો બીજાઓ માટે પ્રશ્નાર્થ ચિન્હ

સિધ્ધપુર બેઠકના પુર્વ કોંગી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને જીઆઇડીસી નિગમના ચેરમેન બનાવ્યા છે. જોકે આ સિવાય ઉત્તર ગુજરાતના એવા તમામ કોંગી નેતાઓ કે જેઓ ભાજપમાં જોડાઇ ગયા છે તેઓ હજુ પણ કોઇ સત્તા મેળવી શક્યા નથી. આ તમામ ગતિવિધિ વચ્ચે આશા રાખી બેઠેલા પુર્વ કોંગી અને આજે ભાજપના કાર્યકર્તા ગણાતા નેતાઓ સત્તાની સાઠમારી વચ્ચે ફસાઇ ગયા છે.