રીપોર્ટ@ઉ.ગુ: કોરોના બન્યો બેફામ, સાબરકાંઠામાં 8 અને મહેસાણામાં 7 કેસ

અટલ સમાચાર, મહેસાણા, હિંમતનગર સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં ઇડરમાં 2, હિંમતનગરમાં 2, પ્રાંતિજમાં 4 મળી નવા 8 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણામાં પણ બપોર બાદ 2 કેસ સામે આવ્યા છે. મહેસાણાના વિસનગરમાં 1 અને કડીમાં 1 મળી નવા 2 કેસ આવતાં સંક્રમણ બેફામ બન્યુ છે.
 
રીપોર્ટ@ઉ.ગુ: કોરોના બન્યો બેફામ, સાબરકાંઠામાં 8 અને મહેસાણામાં 7 કેસ

અટલ સમાચાર, મહેસાણા, હિંમતનગર

સાબરકાંઠા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 8 કેસ સામે આવ્યા છે. જેમાં ઇડરમાં 2, હિંમતનગરમાં 2, પ્રાંતિજમાં 4 મળી નવા 8 કેસ સામે આવ્યા છે. આ તરફ મહેસાણામાં પણ બપોર બાદ 2 કેસ સામે આવ્યા છે. મહેસાણાના વિસનગરમાં 1 અને કડીમાં 1 મળી નવા 2 કેસ આવતાં સંક્રમણ બેફામ બન્યુ છે. બંને જીલ્લામાં આજે નોંધાયેલા દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠા જીલ્લાના ઇડરના ઇડરના ચિત્રોડામાં 80 વર્ષીય વૃધ્ધ, શ્રીનગર વિસ્તારમા 65 વર્ષીય મહિલા, હિંમતનગરના બેરણામાં 10 વર્ષીય બાળક, મહાવીરનગર વિસ્તારની બોમ્બે સોસાયટીમાં 29 વર્ષીય પુરૂષ, પ્રાંતિજના સોનાસણમાં 24 વર્ષિય પુરૂષ, દેસાઇની પોળમાં 45 વર્ષીય મહિલા, શેખ મહોલ્લામાં 71 વર્ષીય મહિલા અને વ્હોરાવાડમાં 78 વર્ષીય પુરૂષ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં અત્યાર સુધી 181 કેસ નોંધાયા છે. આ તરફ અત્યાર સુધી કોરોનાને કારણે 8ના મોત તો 115 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થતાં તેમને રજા અપાઇ છે.

રીપોર્ટ@ઉ.ગુ: કોરોના બન્યો બેફામ, સાબરકાંઠામાં 8 અને મહેસાણામાં 7 કેસ

મહેસાણામાં આજે સવારે પાંચ કેસ આવ્યા બાદ સાંજના સમયે નવા બે કેસ સામે આવ્યા છે. જેમાં કડીના ભાવપુરાના નાયકવાસમાં રહેતા સુધાબેન નાયક(58) અને વિસનગર તાલુકાના કાંસા ગામે મહેન્દ્રકુમાર પટેલ(47)નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મહેસાણા જીલ્લામાં કુલ આંકડો 291 પર પહોંચ્યો છે. આ તરફ આજે 4 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 194 લોકોને રજા આપવામાં આવી છે. મહેસાણા જીલ્લામાં હાલ 69 એક્ટિવ કેસ છે.