રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે 3 જીલ્લામાં નવા 62 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા કોરોના કહેર સતત વધી રહ્યુ હોઇ તેમ ઉત્તર ગુજરાતમાં દરરોજ નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં 29, પાટણ જીલ્લામાં 23 અને બનાસકાંઠા જીલ્લામાં 10 મળી નવા 62 દર્દીઓ ઉમેરાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તમામ દર્દીઓના
 
રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે 3 જીલ્લામાં નવા 62 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા

કોરોના કહેર સતત વધી રહ્યુ હોઇ તેમ ઉત્તર ગુજરાતમાં દરરોજ નવા દર્દીઓ ઉમેરાતાં હોઇ ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે. આ તરફ આજે ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં 29, પાટણ જીલ્લામાં 23 અને બનાસકાંઠા જીલ્લામાં 10 મળી નવા 62 દર્દીઓ ઉમેરાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં 29 કેસ નોંધાયા

રીપોર્ટ@ઉ.ગુ: કોરોના સંક્રમણ કાબૂ બહાર, આજે 3 જીલ્લામાં નવા 62 દર્દી ઉમેરાયાં

મહેસાણા જીલ્લામાં આજે નવા 29 કેસ નોંધાયા તો સામે 27 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 8, ઊંઝા શહેરમાં 1, કડી શહેરમાં 1, વિસનગર શહેરમાં 2, મહેસાણા તાલુકાના હેબુવા, છઠીયારડા, જોરણંગમાં 1-1 અને છઠીયારડા-પાંચોટ એનએમાં 2-2, ઊંઝાના ઉનાવા, દેવુસણા અને સરસાવમાં 1-1, વિસનગરના કાંસા એન.એ.માં 2, ચિત્રોડા અને રાલિસણામાં 1-1, વડનગરના જગાપુરામાં 1 અને વિજાપુરના ગોવિંદપુરા જૂથમાં 1 મળી નવા 29 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં 23 કેસ નોંધાયા

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના 23 કેસ નોંધાયા છે. આજે ચાણસ્મા શહેરમાં 1, તાલુકાના પીંઢારપુરામાં 2, ગંગેટમાં 3, પીંપળમાં 1, ધિણોજમાં 1, પાટણ શહેરમાં 4, તાલુકાના મોટા રામણદામાં 1, રાધનપુરના સરકારપુરામાં 4 અને રાધનપુર શહેરમાં 1, સિધ્ધપુર શહેરમાં 2 અને તાલુકાના ચંદ્રાવતીમાં 1 અને સાંતલપુર તાલુકાના વારાહીમાં 1 મળી નવા 23 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં 10 કેસ

બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી થોડી રાહત મળતી હોય તેમ પોઝિટીવ કેસોમાં ઘટાડો થયો છે. આજે ડીસામાં 5, દિયોદરમાં 1, કાંકરેજમાં 1, પાલનપુરમાં 2 અને વાવમાં 1 મળી નવા 10 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી વધુ સારવાર શરૂ કરવા કવાયત હાથ ધરી છે.