રીપોર્ટ@ઉ.ગુ: પંચાયત-પાલિકામાં મતદાન પુર્ણ, આવતીકાલે વિજેતાઓ જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ગઇકાલે રાજ્યમાં તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં વહેલી સવારે થોડાક ઉત્સાહ બાદ બપોરના સમયે મતદારોમાં મતદાનને લઇ નિરસતાં જોવા મળી હતી. આ તરફ બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યાં હતા. ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ આવતીકાલે એટલે કે 2 માર્ચ 2021ના રોજ મતગણતરી
 
રીપોર્ટ@ઉ.ગુ: પંચાયત-પાલિકામાં મતદાન પુર્ણ, આવતીકાલે વિજેતાઓ જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ગઇકાલે રાજ્યમાં તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં વહેલી સવારે થોડાક ઉત્સાહ બાદ બપોરના સમયે મતદારોમાં મતદાનને લઇ નિરસતાં જોવા મળી હતી. આ તરફ બપોર બાદ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા પહોંચ્યાં હતા. ગઇકાલે મતદાન પુર્ણ થયા બાદ આવતીકાલે એટલે કે 2 માર્ચ 2021ના રોજ મતગણતરી યોજાનાર છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં મતદાનની સ્થિતિ

મહેસાણા જીલ્લા પંચાયતમાં 63.61 ટકા મતદાન નોંધાયુ છે. આ તરફ તાલુકા પંચાયતમાં 65.44 ટકા અને નગરપાલિકાઓમાં 58.95 ટકા મતદાન નોંધાયુ છે. ગઇકાલે ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થયા બાદ આવતીકાલે વિજેતા ઉમેદારોની જાહેરાત થશે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાલુકા પંચાયતની ચૂંટણીમાં કડીમાં 69.44 ટકા, બહુચરાજીમાં 65.55 ટકા, મહેસાણામાં 61.7 ટકા, ઊંઝામાં 60.52 ટકા, ખેરાલુમાં 67.36 ટકા, જોટાણામાં 69.57 ટકા, ,વડનગરમાં 62.27 ટકા, સતલાસણામાં 70.14 ટકા, વિજાપુરમાં 66.54 ટકા અને વિસનગરમાં 65.71 ટકા મતદાન થયું છે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીમાં ઊંઝામાં 77.88 ટકા, વિસનગરમાં 61.86 ટકા, કડીમાં 49.27 ટકા, મહેસાણામાં 53.93 ટકા મતદાન નોંધાયું છે. આવતીકાલે 2 તારીખે તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

 

બનાસકાંઠા જીલ્લામાં મતદાનની વિગત

બનાસકાંઠા જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતુ. જ્યાં પાલનપુરમાં 56.46% ડીસામાં 60.45% ભાભર 74.52% મતદાન થયું છે. જેમાં પાલનપુરમાં ગત ચૂંટણી કરતા 2.34% મતદાન ઘટ્યું છે. ડીસામાં 6.03% ઘટ્યું છે જ્યારે ભાભરમાં 1.16 % મતદાન વધ્યું છે. સાથે સાથે થરા પાલિકામાં 63.89% કાંકરેજ તાલુકા પંચાયતની માંડલા બેઠક માટે 69.81 મતદાન રહ્યું હતુ. જ્યારે ધાનેરાની પેટાચૂંટણીમાં 62.52 % જ્યારે દાંતીવાડાની મોટીમહુડી પેટાચૂંટણીમાં 64.88 % મતદાન થયું છે. હવે આવતીકાલે મત ગણતરી મંગળવારે યોજાશે.

પાટણ જીલ્લામાં મતદાનની વિગત

ગઇકાલે રવિવારે યોજાયેલ ચૂંટણીમાં જીલ્લા પંચાયતમાં 32 બેઠકો માટે 1019 મતદાન મથકો પર કુલ 592385 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 66.81 ટકા મતદાન થયું હતું આ વખતે સૌથી વધુ કોરડા બેઠક પર 71.44 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું કંબોઈ બેઠક પર 47.61 ટકા મતદાન થયું છે. પાટણ જીલ્લા પંચાયતની બેઠકોમાં બાલીસણા-61.53, બીલીયા-64.04, ધીણોજ-55.81, દુદખા-61.38, ગોચનાદ-65.59, કાકોશી-50.48, કમાલપુર-65.25, કંબોઈ-47.61, કમલીવાડા-66.84, કોરડા-71.44, કોલીવાડા-60.52, કુણઘેર-61.63, કુવારા-57.11, લોલાડા-60.49, માકા-64.87, મેમદાવાદ-64.83, મેસર-60.86, નાયતા-67.62, નેદરા- 61.8, રણુજ-65.46, રોડા-61.69, સમી-64.35, શંખેશ્વર-65.96, સાપ્રા-68.74, સાંતલપુર-71.25, સીનાડ-69.7, વડાવલી-54.66, વાધણા-58, વાઘેલ-67.62, વામૈયા-62.48, વારાહી-68.82 અને વાયડ-66.28 ટકા મતદાન નોંધાયુ છે.

સાબરકાંઠા જીલ્લામાં મતદાનની વિગત

સાબરકાંઠા જિલ્લા અને તાલુકા પંચાયતમાં 72 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલ હિંમતનગર વડાલી અને તલોદ નગરપાલિકામાં 57 બેઠકો માટે યોજાયેલ ચૂંટણીમાં હિંમતનગર પાલિકામાં મતદારોએ નિરસતા દાખવતા ગત ચૂંટણી કરતા 1.18 ટકા ઓછું એટલેકે માત્ર 54.36 ટકા મતદાન થયું હતું જ્યારે વડાલી પાલિકામાં 74.85 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. હિંમતનગર શહેરના વોર્ડ નં 9 માં માત્ર 42.63 ટકા મતદાન થયું હતું. સાબરકાંઠા જિલ્લાની આઠ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની કુલ 208 બેઠક માટે 1172 મતદાન મથકો પર 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. હિંમતનગર અને વડાલી પાલિકામાં કુલ 265 બેઠક માટે 279 મતદાન મથકો પર 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. સૌથી વધુ મતદાન વડાલીના વાસણા(અસાઈ) બેઠક પર 82.04 ટકા સૌથી ઓછું હિંમતનગરની બળવંતપુરા બેઠક પર 35.74 ટકા મતદાન થયું હતું. વડાલી તાલુકામાં સૌથી વધુ 74.35 ટકા મતદાન નોંધાયું હતું.

અરવલ્લીમાં મતદાનની વિગત

અરવલ્લી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં 68.18 ટકા મતદાન કર્યુ હતું. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 128 બેઠકો માટે 997 મતદાન મથકો જયારે મોડાસા પાલિકાના 9 વોર્ડ તથા બાયડ પાલિકાના 6 વોર્ડની માટે 83 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. મોડાસા પાલિકાની 9 વોર્ડની 36 બેઠકો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ આમ આદમી પાર્ટી અપક્ષ અને અન્ય સહિત કુલ 101 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં મોડાસા પાલિકા વિસ્તારમાં 62.70 ટકા મતદાન નોંધાયું હતુ. મોડાસામાં 65.68 ટકા મતદાન નોંધાયું હતું. બાયડ પાલિકાની 6 વોર્ડ માટે 24 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 49 ઉમેદવારો નોંધાયા હતા. ચૂંટણીમાં 11347 મતદારોએ મતદાન કરતાં કુલ 77.89 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં 58670 પુરુષ મતદારોએ મતદાન કરતા 78.80 ટકા અને મહિલાઓએ 5480 નું મતદાન કરતાં 77.25 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ રડોદરા બેઠક પર 76.88% અને સૌથી ઓછું મતદાન ભિલોડા-3 બેઠક પર 56.89 % મતદાન નોંધાયું હતું.