રિપોર્ટ@ઉ.ગુજરાત: ફફડાટ વચ્ચે સન્નાટો, શંકાસ્પદોના ઘેર સ્ટિકર લાગ્યા

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં જનતા કરફ્યુને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હોવાની અપડેટ સામે આવી છે. ભારે ફફડાટ વચ્ચે બજાર, શેરી અને જાહેર માર્ગો પર સન્નાટો વ્યાપી ગયો છે. આ તરફ ભારે દોડધામભરી જિંદગીમાં અનેક કામો વિલંબમાં મુકાયા છે. આથી કોરોના વાયરસથી કાયમી અને સંપૂર્ણ મુક્તિ મળે તેવી કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ દરમ્યાન શંકાસ્પદોને
 
રિપોર્ટ@ઉ.ગુજરાત: ફફડાટ વચ્ચે સન્નાટો, શંકાસ્પદોના ઘેર સ્ટિકર લાગ્યા

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં જનતા કરફ્યુને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હોવાની અપડેટ સામે આવી છે. ભારે ફફડાટ વચ્ચે બજાર, શેરી અને જાહેર માર્ગો પર સન્નાટો વ્યાપી ગયો છે. આ તરફ ભારે દોડધામભરી જિંદગીમાં અનેક કામો વિલંબમાં મુકાયા છે. આથી કોરોના વાયરસથી કાયમી અને સંપૂર્ણ મુક્તિ મળે તેવી કાગડોળે રાહ જોવાઇ રહી છે. આ દરમ્યાન શંકાસ્પદોને તેઓના ઘેર જ ક્વોરેન્ટાઈન રાખી સ્ટિકર લગાવવામાં આવ્યા છે. જોકે રહીશોએ આજે કાળજી બતાવી હોઇ કોરોના વાયરસની ઘૂસણખોરી અટકી હોવાનો રિપોર્ટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસને પગલે ઉત્તર ગુજરાતી પોતાના ઘરમાં જ રહ્યા છે. સવારથી લઇને અત્યાર સુધી બજાર અને માર્ગો ઉપર સન્નાટો જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વિદેશથી આવેલા વ્યક્તિઓને ઘરમાં રહેવા સુચિત કરવામાં આવ્યા છે. આ સાથે તેઓના ઘેર આરોગ્ય વિભાગે જાહેર નોટીસ સમાન સ્ટિકર લગાવ્યા છે. ભારે મુંઝવણ વચ્ચે આજનો દિવસ તંત્ર અને ઉત્તર ગુજરાતના રહીશો માટે કસોટી સમાન બન્યો છે. શંકાસ્પદ દર્દીઓના નેગેટિવ રિપોર્ટથી મોટો હાશકારો સામે આવી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે જનતા કરફ્યુ આપી લોકોએ કોરોના સામે કવાયત બતાવી છે. જોકે આગામી 31 માર્ચ સુધી કાળજી રાખવી અત્યંત જરૂરી હોઇ ફફડાટ યથાવત રહ્યો છે. કોરોના વાયરસથી કાયમી ધોરણે અને સંપૂર્ણ રીતે મુક્તિની રાહ જોવાઇ રહી છે. આવી સ્થિતિમાં જનમાનસમાં કોરોનાની ચર્ચા અત્યંત વધી ગઈ છે. જેનાથી એક રીતે જાગૃતિ પણ વધી રહી છે.