રિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ

અટલ સમાચાર,ઊંઝા ઊંઝા ગંજબજારમાં શેસ રકમની કથિત ગેરરીતિ મામલે સરકારી આદેશનો પત્ર સામે આવ્યો છે. તપાસના આદેશમાં સૌપ્રથમવાર ઊંઝા ધારાસભ્યના નામનો ઉલ્લેખ થયો છે. ગંજના બે ડિરેક્ટરોની રજૂઆત અને મિડિયા અહેવાલને પગલે તપાસની સુચના કરવામાં આવી છે. જેમાં શેસ રકમનું કૌભાંડ હોય અથવા કર્મચારીના આક્ષેપો ખોટા હોય તો પણ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ
 
રિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ

અટલ સમાચાર,ઊંઝા

ઊંઝા ગંજબજારમાં શેસ રકમની કથિત ગેરરીતિ મામલે સરકારી આદેશનો પત્ર સામે આવ્યો છે. તપાસના આદેશમાં સૌપ્રથમવાર ઊંઝા ધારાસભ્યના નામનો ઉલ્લેખ થયો છે. ગંજના બે ડિરેક્ટરોની રજૂઆત અને મિડિયા અહેવાલને પગલે તપાસની સુચના કરવામાં આવી છે. જેમાં શેસ રકમનું કૌભાંડ હોય અથવા કર્મચારીના આક્ષેપો ખોટા હોય તો પણ તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ આધારે નિયામકે ઓર્ડર કર્યો છે. આથી મહેસાણા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આગામી દિવસોએ તપાસનો ધમધમાટ શરૂ થઈ શકે છે.

રિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ

મહેસાણા જિલ્લાના ઊંઝા ગંજબજારમાં કથિત કૌભાંડની ચકચાર મચી ગયા બાદ સરકાર તરફી ભૂમિકા બની છે. ગંજના કર્મચારી સૌમિલ પટેલે બજાર સમિતિના ચેરમેન, સેક્રેટરી અને ઊંઝા ધારાસભ્ય ઉપર માર્કેટ ફીની ચોરી/ઉચાપચનો આક્ષેપ કર્યો છે. જેને પગલે ગંજના ડિરેક્ટર પટેલ અરવિંદ સોમાભાઈ અને પટેલ નરેન્દ્ર કાનજીભાઈએ કથિત કૌભાંડ મામલે ગંજના ચેરમેન અને વાઇસ ચેરમેનને ગત 15/9/2020 ના રોજ પત્ર લખ્યો છે. જેમાં ખુલાસો કરવા તેમજ આરોપ ખોટા હોય તો કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવા લખ્યું છે. આ સમગ્ર બાબતનો આધાર લઈ ગુજરાત ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્રના નિયામકે મહેસાણા જિલ્લા રજીસ્ટ્રારને તપાસનો આદેશ કર્યો છે. જેમાં ઊંઝા ધારાસભ્ય ઉપર ગંજના કર્મચારીનો આરોપ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિપોર્ટ@ઊંઝા: ગંજના વહીવટી તપાસમાં સૌપ્રથમવાર ધારાસભ્ય નામનો ઉલ્લેખ
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિયામકે જે બાબતને આધારે રજીસ્ટ્રારને તપાસ કરવા આદેશ કર્યો તે પત્રના વિષયમાં જ ધારાસભ્યનો ઉલ્લેખ છે. જેમાં ગંજના કર્મચારી સૌમિલ પટેલે માર્કેટ ફીની ચોરી/ઉચાપતમા ચેરમેન, સેક્રેટરી તેમજ ઊંઝા ધારાસભ્ય ઉપર સંસ્થાના ડિરેક્ટરોની જાણ બહાર સંસ્થાનું અહિત કરવા ષડયંત્ર રચવાનો આરોપ મૂકેલો છે. આથી નિયામકે બજારધારાની જોગવાઈ અનુસાર કાયદા, નિયમો અને ઠરાવો ધ્યાને લઈ રજૂઆત અન્વયે કાર્યવાહી કરી સ્પષ્ટ અભિપ્રાય સહ અહેવાલ તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું છે.