પ્રતિવાર@રાધનપુર: તાલુકા પંચાયત પ્રમુખે માટી ચોરી, સરપંચનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર તાલુકા પંચાયતમાં રાજકીય ઘમાસાણ વ્યકિતગત ટકરાવમાં આવી ગયુ છે. તાલુકાના દેલાણા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ રજૂઆત થતા સરપંચે પ્રતિવાર કર્યો છે. તાલુકા પંચાયત પ્રમુખે ગેરકાયદેસર ખનન કરાવી માટી ચોરી કરી હોવાનો આક્ષેપ સરપંચે કર્યો છે. ગામમાં માટી ચોરી કરતા ઇસમનું જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી બાદ પ્રમુખ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ
 
પ્રતિવાર@રાધનપુર: તાલુકા પંચાયત પ્રમુખે માટી ચોરી, સરપંચનો આક્ષેપ

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર તાલુકા પંચાયતમાં રાજકીય ઘમાસાણ વ્યકિતગત ટકરાવમાં આવી ગયુ છે. તાલુકાના દેલાણા ગામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ રજૂઆત થતા સરપંચે પ્રતિવાર કર્યો છે. તાલુકા પંચાયત પ્રમુખે ગેરકાયદેસર ખનન કરાવી માટી ચોરી કરી હોવાનો આક્ષેપ સરપંચે કર્યો છે. ગામમાં માટી ચોરી કરતા ઇસમનું જેસીબી કબજે કરી કાયદેસરની કાર્યવાહી બાદ પ્રમુખ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામ રાજકીય ટક્કરનું કેન્દ્રબિંદુ બનતુ જાય છે. તાલુકા પંચાયત પ્રમુખે ગામમાં LED લાઇટના ભ્રષ્ટાચારમાં સરપંચ સામે સવાલ ઉભા કર્યા હતા. જેની સામે ગણતરીના કલાકોમાં સરપંચ રામભાઇ આહીરે ગેરકાયદેસર ખનન કરતી જેસીબી પકડાવી પ્રમુખ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

પ્રતિવાર@રાધનપુર: તાલુકા પંચાયત પ્રમુખે માટી ચોરી, સરપંચનો આક્ષેપ

તાલુકા પંચાયત પ્રમુખ લવજીભાઇ ઠાકોર અને દેલાણા સરપંચ રામભાઇ આહીર વચ્ચેના ટકરાવમાં મામલો રાજકીય કરતા વ્યકિતગત બનતો જાય છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી ટુંક સમયમાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો હોઇ તાલુકા પંચાયતમાં સત્તાપલટો કરાવવા અને સત્તા જાળવી રાખવા મથામણ તેજ બની છે.