રિસર્ચઃ બપોરે ઝપકી લેવાથી દિવસનો થાક ઉતરી જશે, જાણો અન્ય ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક બપોરે સૂવાની આદત ઘણા લોકોને હોય છે અને જે લોકોને પણ આ આદત પડી જાય છે તેમને આમાથી બહાર આવવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે બપોરે સૂવાની આદતને ખરાબ જ માનતા હોય છે. એક અભ્યાસને આધારે બપોરે સૂવાની આદતનાં અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. પરંતુ બપોરે કેટલું સૂવું જોઇએ
 
રિસર્ચઃ બપોરે ઝપકી લેવાથી દિવસનો થાક ઉતરી જશે, જાણો અન્ય ફાયદા

અટલ સમાચાર, ડેસ્ક

બપોરે સૂવાની આદત ઘણા લોકોને હોય છે અને જે લોકોને પણ આ આદત પડી જાય છે તેમને આમાથી બહાર આવવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે બપોરે સૂવાની આદતને ખરાબ જ માનતા હોય છે. એક અભ્યાસને આધારે બપોરે સૂવાની આદતનાં અનેક ફાયદા જણાવવામાં આવ્યાં છે. પરંતુ બપોરે કેટલું સૂવું જોઇએ તે પણ જોઇએ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

યૂનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયામા થયેલા એક અભ્યાસ પ્રમાણે, બપોરે ઊંઘની ઝપકીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘બપોરે ઊંઘવાથી કામમાં વધારે મન લાગે છે. મૂડ ફ્રેશ રહે છે. શોધકર્તાઓનું માનવું છે કે તેનાથી ઇમ્યૂનિટી પણ વધે છે. આ ઉપરાંત હૃદય સંબંધિત બીમારી થવાનું જોખમ પણ ઓછું થાય છે.’ જોકે, બપોરના સમયમાં ઊંઘ લેવાથી રાત્રે ઊંઘવામાં પરેશાની થઇ શકે છે. એટલા માટે તમારા માટે આ જાણવું જરૂરી છે કે દિવસમાં કેટલા સમય માટે ઊંઘવું જોઇએ.

રિસર્ચઃ બપોરે ઝપકી લેવાથી દિવસનો થાક ઉતરી જશે, જાણો અન્ય ફાયદા
જાહેરાત

દિવસના સમયમાં બપોરે 15થી 30 મિનિટની ઝપકી લઇ શકો છો. જો ત્યાર બાદ પણ તમને ઊંઘ આવે તો યોગ્ય રહેશે કે તમે 90 મિનિટની ઊંઘ લો. કારણ કે ઊંઘ પૂરી ન થવાથી તમે પહેલાંથી વધારે થાકેલા અને માથાનો દુખાવો અનુભવી શકો છો. પરંતુ 90 મિનિટની ઊંઘ પૂરી કરવાથી તમે થાક અનુભવી શકો છો. જો તમને દિવસમાં ઊંઘ આવે છે તો જ સૂવો. નહીં તો દિવસે ઊંઘ નથી આવતી તો ઊંઘવાનું ટાળો. તમે કામની વચ્ચે કે દિવસ દરમિયાન તમને ગમતુ બીજું કામ એટલે કોઇ સંગીત સાંભળવું, કસરત કે યોગ કરી શકો છો.