પડઘો@અટલ સમાચાર: સુઇગામના દૂદોસણમાં તાત્કાલિક પાણી પહોંચાડાયુ

અટલ સમાચાર સુઇગામ બનાસકાંઠાના સુઇગામ ખાતે પાણીની સમસ્યાનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પ્રસારિત કર્યા બાદ શનિવારે તંત્ર ઘ્વારા તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણી ના પોકાર વચ્ચે ગુરુવારના દિવસે સરહદી વિસ્તારના ગામડાંઓમાં અટલ સમાચારના રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ કરતા સુઇગામ તાલુકાના અને બનાસકાંઠા
 
પડઘો@અટલ સમાચાર: સુઇગામના દૂદોસણમાં તાત્કાલિક પાણી પહોંચાડાયુ

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠાના સુઇગામ ખાતે પાણીની સમસ્યાનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ પ્રસારિત કર્યા બાદ શનિવારે તંત્ર ઘ્વારા તાત્કાલિક અસરથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણી ના પોકાર વચ્ચે ગુરુવારના દિવસે સરહદી વિસ્તારના ગામડાંઓમાં અટલ સમાચારના રિપોર્ટર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોટીંગ કરતા સુઇગામ તાલુકાના અને બનાસકાંઠા અને પાટણ જિલ્લાની હદ આવેલા દુદોસણ ગામની મુલાકાત લેતા પાણીની તંગીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. જે સમાચારને અટલ સમાચારે વાચા આપતા તંત્ર ઘ્વારા તાત્કાલિક અસરથી પાણી ની વ્યવસ્થા કરાતા ગ્રામજનોએ રાહતો શ્વાસ લીધો હતો.