પરિણામ@અમદાવાદ: જમાલપુર-મક્તમપુરામાં AIMIMની એન્ટ્રી, 4 ઉમેદવારોનો વિજય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આજે મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમ્યાન ચોંકાવનારા પરિણામો જાહેર થયા છે. અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદ્દુદિન ઔવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં ચારે ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. હાલ જમાલપુરમાં AIMIM ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડી લોકો વિજયની ઉજવણી
 
પરિણામ@અમદાવાદ: જમાલપુર-મક્તમપુરામાં AIMIMની એન્ટ્રી, 4 ઉમેદવારોનો વિજય

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમ્યાન ચોંકાવનારા પરિણામો જાહેર થયા છે. અમદાવાદ મહાનગર પાલિકાના 21 સીટો પર ચૂંટણી લડનાર અસદ્દુદિન ઔવેસીની AIMIM પાર્ટીનો જમાલપુર અને મક્તમપુરામાં ચારે ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. હાલ જમાલપુરમાં AIMIM ના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફટાકડા ફોડી લોકો વિજયની ઉજવણી પણ કરતા જોવા મળી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદના જમાલપુર વોર્ડમાં AIMIMના અફસાનાબાનું ચીશતીને 17,851 મત મળ્યા તો બીના પરમારને 15,217 મત મળ્યાં છે. આ તરફ મુસ્તાક ખાદીવાલા 17,480 અને રફિક શેખ 14,359 ભવ્ય મતોથી વિજય થયા છે. આ સાથે મક્તમપુરા વોર્ડમાં પણ AIMIMની આખી પેનલ વિજય થતા લોકોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. મક્તમપુરા વોર્ડમાં પણ અત્યારના સમયમાં AIMIMના 4 ઉમેદવારોનો વિજય થયો છે.

પરિણામ@અમદાવાદ: જમાલપુર-મક્તમપુરામાં AIMIMની એન્ટ્રી, 4 ઉમેદવારોનો વિજય
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બહેરામપુરા વોર્ડમાંથી AIMIMના ઉમેદવારો સામે કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. જ્યારે ખાડીયા વોર્ડમાં કોંગ્રેસ અને AIMIM વચ્ચે મત વિભાજીત થતા ભાજપને ફાયદો થયો હતો. AIMIM ગોમતીપુર વોર્ડમાંથી પણ ચૂંટણી લડી રહી છે, જોકે હજી આ બેઠક પરથી પરિણામ સ્વરૂપમાં કઈક સ્પષ્ટ નથી.

પરિણામ@અમદાવાદ: જમાલપુર-મક્તમપુરામાં AIMIMની એન્ટ્રી, 4 ઉમેદવારોનો વિજય