રીઝલ્ટ@બનાસકાંઠા: 36 મતે ભૂપતજી ઉપપ્રમુખ, પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની બપોરે એક વાગ્યે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો માટે મતદાન થયુ હતુ. જેમાં બંને પક્ષના જીલ્લા ડેલીકેટોએ પાર્ટીના ઉમેદવારને મત આપ્યા હતા. આથી બહુમતી ધરાવતાં કોંગ્રેસના ઉમેદવાર ભૂપતજી ઠાકોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 36 વિરૂધ્ધ 30 મતે ભાજપના રાજાભાઇની હાર થઇ હતી. આવી સ્થિતિમાં જીલ્લા પંચાયતમાં બીજી ટર્મમાં
 
રીઝલ્ટ@બનાસકાંઠા: 36 મતે ભૂપતજી ઉપપ્રમુખ, પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખની બપોરે એક વાગ્યે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો માટે મતદાન થયુ હતુ. જેમાં બંને પક્ષના જીલ્લા ડેલીકેટોએ પાર્ટીના ઉમેદવારને મત આપ્યા હતા. આથી બહુમતી ધરાવતાં કોંગ્રેસના ઉમેદવાર ભૂપતજી ઠાકોર ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. 36 વિરૂધ્ધ 30 મતે ભાજપના રાજાભાઇની હાર થઇ હતી. આવી સ્થિતિમાં જીલ્લા પંચાયતમાં બીજી ટર્મમાં પણ કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે. હવે આગામી દિવસોએ કમિટી ચેરમેનની વરણી ઉપર નજર મંડાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીઝલ્ટ@બનાસકાંઠા: 36 મતે ભૂપતજી ઉપપ્રમુખ, પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી

ઉત્તર ગુજરાતના સૌથી મોટા બનાસકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તાવાર રીતે જાહેર થઇ ગયા છે. આજે પ્રમુખ તરીકે વાલકીબેન પારધીને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા દરમ્યાન ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ભૂપતજી ઠાકોર ઉમેદવાર હતા તો સામે ભાજપના ડીસા પંથકના રાજાભાઇની દાવેદારી હતી. બંને વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 6 મતે ભૂપતજી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા. બંને પક્ષના ઉમેદવારો માટે પાર્ટીએ કરેલ આદેશ મુજબ સદસ્યોએ મતદાન થયુ હતુ.

રીઝલ્ટ@બનાસકાંઠા: 36 મતે ભૂપતજી ઉપપ્રમુખ, પંચાયતમાં કોંગ્રેસે સત્તા જાળવી

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જીલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે બહુમતીને કારણે ફરીથી કોંગ્રેસની સત્તા યથાવત રહી છે. હવે આગામી 15 દિવસ બાદ જીલ્લા પંચાયતની વિવિધ કમિટીઓના ચેરમેનની વરણી થવાની ગતિવિધિ શરૂ થઇ શકે છે. આવી સ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઇચ્છુક પરંતુ ઉમેદવાર નહિ બની શકતાં જીલ્લા પંચાયતના સદસ્યો મહત્વની કમિટીના ચેરમેન બનવા કવાયતમાં લાગ્યા છે.