પરિણામ@દેશ: UPSCમાં ગુજરાતના 13 ઉમેદવારો થયા પાસ, 4 વર્ષ બાદ ટોપ 10 રેન્કમાં સ્થાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર UPSCનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે જેમાં ચાર વર્ષ બાદ ગુજરાતના યુવાને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે UPSCની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થતા ગુજરાતના 13 ઉમેદવારો આ વખતે ક્લોલિફાય થયા છે. જ્યારે ચાર વર્ષ બાદ દેશના ટોપ 10 રેન્કમાં ગુજરાતના ઉમેદવારોને સ્થાન
 
પરિણામ@દેશ: UPSCમાં ગુજરાતના 13 ઉમેદવારો થયા પાસ, 4 વર્ષ બાદ ટોપ 10 રેન્કમાં સ્થાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર UPSCનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે જેમાં ચાર વર્ષ બાદ ગુજરાતના યુવાને ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે UPSCની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થતા ગુજરાતના 13 ઉમેદવારો આ વખતે ક્લોલિફાય થયા છે. જ્યારે ચાર વર્ષ બાદ દેશના ટોપ 10 રેન્કમાં ગુજરાતના ઉમેદવારોને સ્થાન મળ્યું છે. સુરતના કાર્તિક જિવાણીએ UPSC ફાઈનલ પરીક્ષામાં ઉતીર્ણ થઈ 8મો રેન્ક મેળવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

UPSC દ્વારા કુલ 836 જગ્યા માટે સિલેક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાંથી પ્રિલિમ પરીક્ષા 3 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. જ્યારે મેઇન પરીક્ષા માટે 10 હજારથી વધારે ઉમેદવારો સિલેક્ટ થયા હતા. તેમાં મેઇન પરીક્ષા બાદ બે હજારથી વધારે ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા હતા. જેમાં આ વર્ષે સમગ્ર દેશમાથી કુલ 761 ઉમેદવારો ક્લોલિફાય થયા છે. ત્યારે ગુજરાતના 13 જેટલા ઉમેદવારો પણ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાતના સ્પીપામાંથી આ વર્ષે 95 ઉમેદવારો મેઈન પરીક્ષા માટે અને જેમાંથી 32થી 34 જેટલા ઉમેદવારો ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા હતા. ત્યારે આ વર્ષે ટોપ 10 રેન્કમાં ગુજરાતના ઉમેદવારે સ્થાન મેળવ્યુ છે. જેમાં દેશમાં 8માં રેન્ક પર ગુજરાતના મૂળ સુરતના કાર્તિક જિવાણીનો પણ સમાવેશ થાય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા આ વર્ષે પણ કોરોનાને લીધે પ્રિલિમ,મેઈન અને ઈન્ટરવ્યુ સહિતની મોડી પ્રક્રિયા કરવામા આવતા ફાઈનલ પરિણામ મોડુ જાહેર થયુ છે અને ગત વર્ષ કરતા એક મહિનો મોડું પરિણામ આવ્યુ છે. યુપીએસસી દ્વારા આ વર્ષે આઈએએસની 180, આઈએફએસની ૩૬ અને આઈપીએસની 200 તથા સેન્ટ્રલ સર્વિસીઝ ગુ્રપ-એની 302 અને ગ્રુપ-બી સર્વિસીઝની 118 સહિત 836 જગ્યા માટે સિલેકશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં આ વર્ષે સમગ્ર દેશમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાય થયા છે.