રીઝલ્ટ@દેશ: માત્ર 22 વર્ષે કલેક્ટરની મુખ્ય પરીક્ષા પાસ કરી, બિહાર વન-વે

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ જાહેર કર્યુ છે. યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનએ સિવિલ સર્વિસ એક્ઝામ 2019નું પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં બિહારના પ્રદિપસિંહે માત્ર 22 વર્ષે UPSC સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા 2019માં ટૉપ કર્યું છે. આ સાથે બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા
 
રીઝલ્ટ@દેશ: માત્ર 22 વર્ષે કલેક્ટરની મુખ્ય પરીક્ષા પાસ કરી, બિહાર વન-વે

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે UPSCએ સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ જાહેર કર્યુ છે. યૂનિયન પબ્લિક સર્વિસ કમીશનએ સિવિલ સર્વિસ એક્ઝામ 2019નું પરિણામ જાહેર કરી દીધું છે. જેમાં બિહારના પ્રદિપસિંહે માત્ર 22 વર્ષે UPSC સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા 2019માં ટૉપ કર્યું છે. આ સાથે બીજા સ્થાને જતિન કિશોર અને ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા આવ્યા છે. પરિણામ જાહેર થવાના સમાચાર ન્યૂઝ એજન્સી ANIએ ટ્વિટરના માધ્યમથી આપ્યા છે. આ પરીક્ષા 2019માં 2 જૂને આયોજિત કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

UPSC સિવિલ સર્વિસ મેઇન્સ એક્ઝામ 20થી 29 સપ્ટેમ્બર 2019 સુધી આયોજિત કરવામાં આવી હતી. જે ઉમેદવાર મેઇન્સ એક્ઝામ ક્લીયર કરશે તેઓ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે એલિજિબલ હશે. ઇન્ટરવ્યૂ ક્વોલિફાય કરવા માટે ઉમેદવારોને 275 માર્ક્સ લાવવા પડશે, તેના માટે કોઈ ન્યૂનતમ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા નથી. સ્ક્રીનિગ ટેસ્ટ, આન્સર કી અને કટ-ઓફ કમીશનની વેબસાઇટ upsc.gov.in અને upsconline.nic.in પર જાહેર કરવામાં આવશે. એક્ઝામ ક્વોલિફાય કરનારા ઉમેદવારોની ભરતી IAS, IPS, IRS અને ORTS પદો પર થશે.

રીઝલ્ટ@દેશ: માત્ર 22 વર્ષે કલેક્ટરની મુખ્ય પરીક્ષા પાસ કરી, બિહાર વન-વે

UPSC Civil Services exam Result 2019 : આવી રીતે કરો ચૅક

સ્ટેપઃ 1 – UPSCની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જાઓ
સ્ટેપઃ 2 – Final Result: Civil Services Examination, 2019 પીડીએફ લિંક પર ક્લિક કરો
સ્ટેપઃ 3 – આ પીડીએફ પર તમે પોતાના નામ અને રજિસ્ટ્રેશન નંબર જુઓ
સ્ટેપઃ 4 – પીડીએફને ડાઉનલોડ કરી પ્રિટ પણ લઈ શકો છો