રિઝલ્ટ@દિયોદર: બીજી ટર્મમાં પણ ચિઠ્ઠી ઉછાળી, નસીબ જોરે ભાજપને સત્તા મળી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બંને તરફે સભ્યો સરખા હોવાથી ટાઇ પડી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાડતાં ભાજપના ઉત્તમસિંહ ભીખજીસિંહ વાઘેલા પ્રમુખ બન્યા હતા. આ તરફ ઉપપ્રમુખ તરીકે ભાજપના અમરબેન હરચંદજી ચૌહાણની વરણી કરવામાં આવી હતી. નોંધનિય છે કે, દિયોદર તાલુકા પંચાયતમાં 11 -11 સભ્યો હોવાથી
 
રિઝલ્ટ@દિયોદર: બીજી ટર્મમાં પણ ચિઠ્ઠી ઉછાળી, નસીબ જોરે ભાજપને સત્તા મળી

અટલ સમાચાર, દિયોદર(કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બંને તરફે સભ્યો સરખા હોવાથી ટાઇ પડી હતી. જેમાં ચિઠ્ઠી ઉછાડતાં ભાજપના ઉત્તમસિંહ ભીખજીસિંહ વાઘેલા પ્રમુખ બન્યા હતા. આ તરફ ઉપપ્રમુખ તરીકે ભાજપના અમરબેન હરચંદજી ચૌહાણની વરણી કરવામાં આવી હતી. નોંધનિય છે કે, દિયોદર તાલુકા પંચાયતમાં 11 -11 સભ્યો હોવાથી ટાઇ પડતાં ચીઠ્ઠી આધારે નસીબ જોરે ભાજપને સત્તા હાંસિલ થઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રિઝલ્ટ@દિયોદર: બીજી ટર્મમાં પણ ચિઠ્ઠી ઉછાળી, નસીબ જોરે ભાજપને સત્તા મળી

બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ-કોંગ્રેસ પાસે 11-11નું સંખ્યા બળ સભ્યોનું હતું. જે મુજબ ચૂંટણીમાં ટાઇ થતાં ચિઠ્ઠી ઉછાડતાં ભાજપનો વિજય થયો હતો. નોંધનિય છે કે, ભાજપના ઉતમસિંહ ભીખજીસિંહ વાઘેલાની પ્રમુખ અને ચૌહાણ અમરબેન હરચંદજીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિયોદર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ પાસે 11-11 સભ્યો હોવાથી હાલની સ્થિતિએ કોઇ એકપક્ષે પ્રમુખ પદ મેળવવા બીજા પક્ષના સભ્યને પોતાની બાજુ કરવો પડે તેવી સ્થિતિનું નિમાર્ણ થયુ હતુ. જોકે રાજકીય ખેંચતાણ વચ્ચે આજે ચૂંટણીમાં ટાઇ પડતાં ચિઠ્ઠી ઉછાડતાં ભાજપનો વિજય થયો હતો. નોંધનિય છે કે, કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે ભાવનાબેન સેવંતિલાલ ઠક્કર અને ઉપપ્રમુખ પદ માટે રાણીબેન કરશનભાઈ પઢિયારે ફોર્મ ભર્યુ હતુ.