પરિણામ@ખેડબ્રહ્મા: આખરે પુરવઠા દ્વારા બાળાઓ માટે જથ્થો વિતરણ થયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ખેડબ્રહ્મા તાલુકાના પુરવઠા ગોડાઉન દ્વારા બાળાઓ માટે જથ્થો સ્થગિત થયો હતો. અન્ન ત્રિવેણી યોજના હેઠળ છેલ્લા બે વર્ષથી પંથકની 45 સસ્તા અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો. જેની સામે મામલતદારે વારંવારની ટકોર અને ખુલાસા કરવા આદેશ કરતા જથ્થો છુટો થયો છે. સોમવારથી શરૂ થયેલી ગતિવિધિથી આખરે બુધવારે મકાઇ સહિતના
 
પરિણામ@ખેડબ્રહ્મા: આખરે પુરવઠા દ્વારા બાળાઓ માટે જથ્થો વિતરણ થયો

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ખેડબ્રહ્મા તાલુકાના પુરવઠા ગોડાઉન દ્વારા બાળાઓ માટે જથ્થો સ્થગિત થયો હતો. અન્ન ત્રિવેણી યોજના હેઠળ છેલ્લા બે વર્ષથી પંથકની 45 સસ્તા અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચ્યો ન હતો. જેની સામે મામલતદારે વારંવારની ટકોર અને ખુલાસા કરવા આદેશ કરતા જથ્થો છુટો થયો છે. સોમવારથી શરૂ થયેલી ગતિવિધિથી આખરે બુધવારે મકાઇ સહિતના અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે.

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોડાઉન મેનેજર અને મામલતદાર વચ્ચે વહીવટી ગુંચવણ ઉભી થઇ હતી. અન્ન ત્રિવેણી યોજના હેઠળ 2017-18 અને 2018-19 માટે પરમીટ મંજુર કરેલી હોવા છતાં ગોડાઉનથી જથ્થો નિકળતો ન હતો. જેની સામે મામલતદારે વારંવાર નોટીસ ફટકારી લાલ આંખ કરતા મામલો ગરમાયો હતો. છેલ્લા બે વર્ષથી અન્ન ત્રિવેણી યોજના હેઠળ ઘઉં, ચોખા અને મકાઇનો જથ્થો પુરવઠાના ગોડાઉન મેનેજરે રોકી રાખ્યો હોવાના આક્ષેપને પગલે ખળભળાટ મચી ગયો હતો.

સમગ્ર મામલે યોજના હેઠળની લાભાર્થી બાળકીઓને અનાજનો જથ્થો નહી મળતા પરિવારજનો મુંઝવણ અનુભવતા હતા. જોકે, મામલતદારની વારંવારની ઉઘરાણીને પગલે આખરે પુરવઠા ગોડાઉન મારફત પંથકની સસ્તા અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે. આથી આગામી દિવસોએ તબક્કાવાર લાભાર્થીઓ સુધી પહોંચી શકે છે.