પરિણામ@પાલનપુર: પાલિકામાં 44માંથી ભાજપને 32 બેઠક તો કોંગ્રેસને 12 બેઠક મળી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર આજે વહેલી સવારથી ચાલી રહેલ મત ગણતરી પૂર્ણ થતાં પાલનપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી ભાજપને 32 જ્યારે કોંગ્રેસને 12 બેઠક મળી છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા થઈ છે.ભાજપના હર્ષાબેન મહેશ્વરી, હેતલબેન રાવલ, ચીમનભાઈ
 
પરિણામ@પાલનપુર: પાલિકામાં 44માંથી ભાજપને 32 બેઠક તો કોંગ્રેસને 12 બેઠક મળી

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

આજે વહેલી સવારથી ચાલી રહેલ મત ગણતરી પૂર્ણ થતાં પાલનપુર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. નગરપાલિકાની 44 બેઠકમાંથી ભાજપને 32 જ્યારે કોંગ્રેસને 12 બેઠક મળી છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2માં ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા થઈ છે.ભાજપના હર્ષાબેન મહેશ્વરી, હેતલબેન રાવલ, ચીમનભાઈ સોલંકી, આશિષભાઈ પઢીયાર વિજેતા જાહેર થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુરના વોર્ડ નંબર 2માં ભારતીબેન અંબાલાલ રંગવાણી, વર્ષાબેન કદમભાઈ લાટીવાલા, સાગર પ્રવિનચંદ્ર પરમાર, નરેશભાઈ મોતીભાઈ રાણાની જીત થઈ છે. પાલનપુર વોર્ડ 9માં પણ ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. પાલનપુર વોર્ડ 11 ની 44 બેઠકો માંથી ભાજપને 19 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક આવી છે. આ તરફ તો ડીસા વોર્ડ નંબર 3 માં ભાજપને ફાળે 3 અને અપક્ષના ઉમેદવાર વિજેતા થયા છે. જેમાં ભાજપના સંગીતાબેન દવે, છાયાબેન નાઈ, શૈલેષ પ્રજાપતિ જીત્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર રમેશ માજીરાણા જીત્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ડીસા વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ વિજેતા જાહેર થઈ છે. અતુલ શાહ, ભારતીબેન પટેલ, શૈલેષ રાજગોર, છાયાબેન શાહ વિજેતા જાહેર થયા છે. તો વોર્ડ નંબર 2માં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કૈલાશબેન શાહની હાર થઈ છે. ભાભર વોડ નંબર 3 માં ભાજપની પેનલ જીતી છે. પ્રભાતસિંહ રાઠોડ, વિક્રમસિંહ રાઠોડ, શાકરબેન રાઠોડ અને દાનીબેન પરમાર વિજેતા થયા છે. ડીસા વોર્ડ નંબર 4માં પણ ભાજપની પેનલ જીતી છે. બાબુલાલ ઠક્કર, નીતાબેન ઠક્કર, ચેતન ત્રિવેદી, નિલાબેન પ્રજાપતિની જીત થઈ છે.

આ સાથે ડીસા વોર્ડ નંબર 1 માં ભાજપના 3 અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાભર પાલિકાની વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવારો વિજયી જાહેર થયા છે. પ્રિતીબેન ઠક્કર, નીતાબેન ગોસ્વામી, ભરતભાઈ માળી, રાજુભાઈ ઠાકોર વિજેતા જાહેર થયા છે. તો પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ વિજેતા થઈ છે. જેમાં કૌશલભાઈ જોશી, શિલ્પાભાઈ જોષી. દિપકભાઈ પટેલ, સવિતાબેન પટેલ વિજેતા જાહેર થયા છે. તો ડીસાની વોર્ડ નંબર 4માં અપક્ષના ઉમેદવારો જીત્યા છે. સાદિક કુરેશી, આદિલ શેખ, જાયદાબેન શેખ અને ફરજાનાબેન શેખની જીત થઈ છે.