ઘટસ્ફોટ@સરકારઃ વનરક્ષકના ઉમેદવારો એક વર્ષથી પરિક્ષા માટે તલપાપડ

અટલ સમાચાર, ગાંધીનગર બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા રદ્દ થતાં ઉમેદવારોમાં જુવાળ ભભૂકી ઉઠ્યો છે. આ દરમિયાન સરકારના વન વિભાગની પરિક્ષાર્થીઓ માટેની વધુ એક બાબત સામે આવતા નારાજગીનું પ્રમાણ વધે તેમ છે. વનરક્ષકની પરિક્ષા માટે ઉમેદવારો એક વર્ષથી તલપાપડ છતાં સત્તાધીશો ગતિવિધી કરતા નથી. સરકારી નોકરી માટેની પરિક્ષાઓમાં છેલ્લા કેટલાક સમયથી લાલીયાવાડી શરૂ થતાં અનેક સવાલો
 
ઘટસ્ફોટ@સરકારઃ વનરક્ષકના ઉમેદવારો એક વર્ષથી પરિક્ષા માટે તલપાપડ

અટલ સમાચાર, ગાંધીનગર

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા રદ્દ થતાં ઉમેદવારોમાં જુવાળ ભભૂકી ઉઠ્યો છે. આ દરમિયાન સરકારના વન વિભાગની પરિક્ષાર્થીઓ માટેની વધુ એક બાબત સામે આવતા નારાજગીનું પ્રમાણ વધે તેમ છે. વનરક્ષકની પરિક્ષા માટે ઉમેદવારો એક વર્ષથી તલપાપડ છતાં સત્તાધીશો ગતિવિધી કરતા નથી. સરકારી નોકરી માટેની પરિક્ષાઓમાં છેલ્લા કેટલાક સમયથી લાલીયાવાડી શરૂ થતાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

રાજ્ય વનવિભાગ દ્વારા વર્ષ અગાઉ વનરક્ષકની પરિક્ષા માટે આવેદન મંગાવવામાં આવ્યા હતા. જેમાં 12 પાસ કે તેથી વધુ લાયકાતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ પરિક્ષા નહી લેવાતા મૂંઝવણમાં મુકાયા છે. પરિક્ષાના સત્તાધીશો છેલ્લા કેટલાય મહિનાઓથી પરિક્ષાનું આયોજન નહી કરતા તૈયારીઓ કરતા ઉમેદવારો નારાજ બન્યા છે. આ દરમિયાન ગાંધીનગર જઈ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગત લોકસભા ચુંટણી અગાઉ સ્પર્ધાત્મક પરિક્ષાઓની જાહેરાત કરી હતી. આથી લાખોની સંખ્યામાં વિવિધ વિભાગોની નોકરી માટે ઉમેદવારોએ ફોર્મ ભરી તૈયારી શરૂ કરેલી છે. જેમાં બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા બે વાર રદ્દ થયા બાદ ત્રીજી વખત અધ્ધરતાલ બની છે. આ સાથે વનરક્ષકના ઉમેદવારો પણ વર્ષથી પરિક્ષા આપવા માયુસ બન્યા હોઈ મામલો ગંભીર બનતો જાય છે.

વનરક્ષકમાં પણ 12 પાસને જાકારો મળશે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બેરોજગારીનું પ્રમાણ ચરમસીમાએ જઈ રહ્યું છે. નજીવી સંખ્યામાં આવતી સરકારી નોકરીની જાહેરાતમાં પણ ધો.12 પાસથી માંડી પીએચ.ડી. સુધીના ઉમેદવારો આવેદન કરી રહ્યા છે. ઉમેદવારોની સંખ્યા અત્યંત વધી જતા રાજ્ય સરકાર બિન સચિવાલય ક્લાર્કની જેમ વનરક્ષક સહિતની પરિક્ષાઓમાં પણ ધો.12 પાસને મનાઈ કરે તેવી ભીતિ સેવાઈ રહી છે. આવી સ્થિતિમાં ગ્રેજ્યુએટ કે તેથી વધુ લાયકાતના ઉમેદવારોને સ્પર્ધા ઘટી જશે પરંતુ ધો.12 પાસને જાકારો મળી શકે છે.