ઘટસ્ફોટ@બનાસકાંઠા: કથિત રીતે યુવતિ સાથે બિભત્સ ફોટા વાયરલ મામલે સાંસદે શું કહ્યું ? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોએ કથિત રીતે મોટાનેતાના અન્ય યુવતિ સાથે ફોટો વાયરલ કરવાની એક ખેડૂતે ધમકી આપતાં રાજકારણ ગરમાયુ હતુ. જે બાદમાં બે-ત્રણ દિવસથી યુવતિ સાથે કથિત રીતે સાંસદ પરબત પટેલ હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો હતો. જે મામલે હવે ખુદ સાંસદે આજે મીડિયા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો
 
ઘટસ્ફોટ@બનાસકાંઠા: કથિત રીતે યુવતિ સાથે બિભત્સ ફોટા વાયરલ મામલે સાંસદે શું કહ્યું ? જાણો

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોએ કથિત રીતે મોટાનેતાના અન્ય યુવતિ સાથે ફોટો વાયરલ કરવાની એક ખેડૂતે ધમકી આપતાં રાજકારણ ગરમાયુ હતુ. જે બાદમાં બે-ત્રણ દિવસથી યુવતિ સાથે કથિત રીતે સાંસદ પરબત પટેલ હોવાનું સામે આવતાં હડકંપ મચી ગયો હતો. જે મામલે હવે ખુદ સાંસદે આજે મીડિયા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાંસદે જણાવ્યું છે કે, મેં મારા જીવનમાં કોઇ દિવસ ખરાબ કૃત્ય કર્યુ નથી. આ મને ફસાવવા કોઇકે એડિટીંગ કરીને ફોટો ફરતો કર્યો છે. આ સાથે યુવતિની કથિત રીતે હત્યા વિશે પુછતાં જણાવ્યું કે, હું એમને ઓળખતો જ નથી તો મને ખબર નથી.

ઘટસ્ફોટ@બનાસકાંઠા: કથિત રીતે યુવતિ સાથે બિભત્સ ફોટા વાયરલ મામલે સાંસદે શું કહ્યું ? જાણો
દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના ભાજપના સાંસદ પરબતભાઇ પટેલના અન્ય યુવતિ સાથે કથિત ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના ગામ થરાદ તાલુકાના ભાચર ગામના મઘાભાઈ પટેલે સોશિયલ મીડિયા ઉપર કથિત રાજકીય વ્યક્તિના યુવતી સાથેના બિભત્સ ફોટા અપલોડ કર્યા હતા. આ સાથે આગામી 15 ઓગસ્ટના રોજ 1.26 મિનિટની વીડીયો ક્લિપ વાયરલ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેને લઇ જીલ્લા સહિત રાજ્યમાં રાજકારણ ગરમાયુ હતુ. આ તરફ અચાનક બે-ત્રણ દિવસથી યુવતિ સાથે કથિત રીતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ હોવાનું ચર્ચાઇ રહ્યુ હતુ. જે મામલે આજે સાંસદે ખુલાસો કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ડીસા ઓવરબ્રિજના લોકાર્પણમાં હાજર રહેલા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતુ કે, મેં જીવનમાં ક્યારેય કોઈ ખોટું કૃત્ય કર્યું નથી. હું નખશિખ પ્રામાણિક છું. મારા ગામના મઘા પટેલે કોઈપણ રીતે એડિટિંગ કરીને મને બદનામ કરવાનો તેમ જ બ્લેકમેઇલ કરવાનો કારસો રચ્યો હોય તેવું જણાય છે. અગાઉ પણ ચૂંટણી સમયે મને આ રીતે બદનામ કરવાની ધમકીઓ મળી ચૂકી છે. અત્યાર સુધી મારૂ નામ જાહેર થયું ન હોવાથી મેં કંઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ બે દિવસથી સોશિયલ મીડિયામાં મારૂ નામ જાહેર થતાં મારે ખુલાસો કરવો જરૂરી હતો. આ સાથે યુવતિની હત્યા બાબતે પુછતાં જણાવ્યું હતુ કે, હું એ વ્યક્તિને જાણતો જ નથી અને આ સમગ્ર બાબત ખોટી રીતે ઉપજાવી કાઢેલી હોય હું કાંઈ જાણતો નથી.