ઘટસ્ફોટ@હારીજ: શહેરનો વિકાસ કરતી પાલિકા 2.50 કરોડના દેવામાં, GEBએ લાઇટ કાપી

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ હારીજ નગરપાલિકાનું કરોડોનું વીજબીલ બાકી હોઇ આજે વીજતંત્ર દ્રારા મોટી કાર્યવાહી સામે આવી છે. UGVCL દ્રારા હારીજ પાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યુ હતુ. પ્રાથમિક વિગતો મુજબ કરોડોના બાકી વીજબીલ નહીં ભરતાં કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભાજપ શાસિત નગરપાલિકાનું વીજ કનેક્શન કપાતા ચકચાર મચી ગઇ છે. શહેરનો વિકાસ કરતી
 
ઘટસ્ફોટ@હારીજ: શહેરનો વિકાસ કરતી પાલિકા 2.50 કરોડના દેવામાં, GEBએ લાઇટ કાપી

અટલ સમાચાર ડોટ કોમ, હારીજ

હારીજ નગરપાલિકાનું કરોડોનું વીજબીલ બાકી હોઇ આજે વીજતંત્ર દ્રારા મોટી કાર્યવાહી સામે આવી છે. UGVCL દ્રારા હારીજ પાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યુ હતુ. પ્રાથમિક વિગતો મુજબ કરોડોના બાકી વીજબીલ નહીં ભરતાં કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભાજપ શાસિત નગરપાલિકાનું વીજ કનેક્શન કપાતા ચકચાર મચી ગઇ છે. શહેરનો વિકાસ કરતી પાલિકા જ 2.50 કરોડના દેવામાં હોવાનો ઘટસ્ફોટ થતાં શહેરીજનો ચોંકી ઉઠ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઘટસ્ફોટ@હારીજ: શહેરનો વિકાસ કરતી પાલિકા 2.50 કરોડના દેવામાં, GEBએ લાઇટ કાપી

પાટણ જીલ્લાની હારીજ નગરપાલિકાને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં આજે વીજ કનેક્શન કાપવામાં આવ્યુ છે. પાલિકાનું કુલ 2.50 કરોડ વીજ બીલ બાકી હોઇ UGVCL દ્રારા આજે પાલિકાનું વીજ કનેક્શન કાપી નાંખ્યુ હતુ. આ તરફ વીજ કનેક્શન કપાઇ જતાં પાલિકાની કામગીરી પણ ઠપ્પ થઇ જવા પામી હતી.