ઘટસ્ફોટ@પાટણ: યુનિવર્સિટીના ઈસીની ચૂંટણીમાં 1 ચહેરો બદલવા ભાજપનો આદેશ, 1 યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના ઈસી સભ્યની આવતીકાલે ચૂંટણી યોજાય તે પૂર્વે મોટી વાત સામે આવી છે. કુલ 2 બેઠકો વચ્ચે 3 ઉમેદવાર મેદાનમાં છે. જોકે ત્રણેય ભાજપના સમર્થક હોઇ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપે એકને રિપીટ અને એક ચહેરો બદલવા સંબંધિતોને સુચના આપી છે. જેમાં નવા ચહેરા તરીકે મહેસાણાના
 
ઘટસ્ફોટ@પાટણ: યુનિવર્સિટીના ઈસીની ચૂંટણીમાં 1 ચહેરો બદલવા ભાજપનો આદેશ, 1 યથાવત

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના ઈસી સભ્યની આવતીકાલે ચૂંટણી યોજાય તે પૂર્વે મોટી વાત સામે આવી છે. કુલ 2 બેઠકો વચ્ચે 3 ઉમેદવાર મેદાનમાં છે. જોકે ત્રણેય ભાજપના સમર્થક હોઇ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપે એકને રિપીટ અને એક ચહેરો બદલવા સંબંધિતોને સુચના આપી છે. જેમાં નવા ચહેરા તરીકે મહેસાણાના સંજય પટેલને સમર્થન આપવા નક્કી થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પ્રદેશ મહામંત્રી રજની પટેલે સમગ્ર બાબતે વિગતો જણાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના કારોબારી સભ્યની આવતીકાલે ચૂંટણી યોજાશે. 2 બેઠકો છે અને હરિફો 3 હોવાથી રસાકસીભરી જંગ જામશે તેવી વાત સામે આવી છે. દિલીપ ચૌધરી, સંજય પટેલ અને શૈલેષ પટેલ ઉમેદવારો છે. આ ત્રણેય ભાજપના ચુસ્ત સમર્થક હોઇ પાર્ટીએ કોઈપણ 2 ઉમેદવાર જાહેર કરવા પડ્યા છે. જેમાં દિલીપ ચૌધરીને રિપીટ કરવાના નિર્ણય બાદ નવા ચહેરાને સ્થાન આપવા નક્કી થયું છે. છેલ્લા કેટલાક સમયથી યુનિવર્સિટીમાં ઈસી સભ્ય બનતાં શૈલેષ પટેલને ભાજપે સમર્થન આપ્યું નથી. પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, સંઘના ચિંતન ઉપાધ્યાય સાથે જનરલ ચર્ચા કરવામાં આવી હતી. જોકે યુનિવર્સિટીના ઈસી સભ્ય માટે સમર્થન આપવા બાબતે પાર્ટીની સુચના મુજબ દિલીપ ચૌધરી અને સંજય પટેલનું નામ નક્કી થયું છે. આ બાબતે સૌથી મોટી વાત એ સામે આવી કે, શૈલેષ પટેલ પાટણ શહેર ભાજપના મહામંત્રી છતાં ઈસીની ચૂંટણીમાં પાર્ટીનો ટેકો મેળવી શક્યા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, શૈલેષ પટેલ ઘણાં વર્ષોથી યુનિવર્સિટીના ઈસી સભ્ય રહ્યા છે. આ વખતે ટર્મ પૂર્ણ થતી હોઇ ફરીથી ઈસી સભ્ય બનવા મહેનત શરૂ કરી છે. જોકે મહેસાણા ભાજપના આગેવાન સંજય પટેલની અચાનક ઉમેદવારી આવતાં મોટી દોડધામ મચી ગઇ છે. દિલીપ ચૌધરીને ભાજપનું સમર્થન યથાવત હોવાની ખબર પડતાં 2 ઉમેદવાર પૈકી 1 કોણ? તે સવાલ બન્યો હતો. જોકે રજની પટેલના જણાવ્યા મુજબ સંજય પટેલને સમર્થન હોઇ શૈલેષ પટેલને હવે ઈસી સભ્ય બનવા વધારે મથામણ કરવાની નોબત આવી છે.

સ્વચ્છ છબિ ધરાવતાં હોય તે ઈસી સભ્ય બને: હાર્દિક પટેલ

યુનિવર્સિટીના અનેક વિષયો બાબતે અવારનવાર રજૂઆત કરતાં અને પાસ આગેવાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગુજરાત અને ભારતનું ભવિષ્ય તૈયાર કરે છે. આથી ઈસી સભ્યમાં સ્વચ્છ છબિ ધરાવતાં હોય તેને જ જીત મળવી જોઈએ.